નાણા મંત્રાલય
DFS દ્વારા બેન્કિંગ સેક્ટર માટે ભરતી અને પરિણામ ચક્રને સુવ્યવસ્થિત કરાયું; IBPS પરીક્ષાઓમાં પારદર્શિતા વધી
ભરતીની સુવ્યવસ્થિત અનુસરણ પદ્ધતિનું સુધારેલ માળખું ઉમેદવારોને પ્રાથમિકતા પસંદગી અને સુચિત નિર્ણય લેવાની ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે
આ નવલ અભિગમ આગાહીક્ષમતા વધારશે, ભરતીની સ્થિરતા સુધારશે, ઉદ્યોગમાં નોકરી છોડવાનું પ્રમાણ ઘટાડશે અને વધુ અસરકારક કર્મચારી આયોજનને સક્ષમ બનાવશે
प्रविष्टि तिथि:
11 DEC 2025 3:11PM by PIB Ahmedabad
નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ (DFS)એ ભરતી પરીક્ષાઓ માટેની સમયરેખા અને તેના પરિણામોની જાહેરાતને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્યથી કેટલીક મુખ્ય પહેલો હાથ ધરી છે. આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), નેશનલાઇઝ્ડ બેંકો (NBs) અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) માં ભરતીનો સમાવેશ થાય છે. વધુમાં, આ પહેલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા આયોજિત પરીક્ષાઓમાં પારદર્શિતા વધારવાનો હેતુ ધરાવે છે.
SBI, NBs અને RRBs માં ભરતી સંબંધિત બેંકોના આદેશો અનુસાર IBPS પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે, RRBs માટેની પરીક્ષાઓ NBs અને SBI માટેની પરીક્ષાઓ પહેલાં લેવામાં આવે છે. ત્યારબાદ પરિણામો પણ સમાન ક્રમમાં જાહેર કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં એક નોંધપાત્ર પ્રવૃત્તિ જોવા મળી છે કે નવા પસંદ થયેલા ઉમેદવારો RRBમાંથી NBsમાં અને ત્યારબાદ SBIમાં સ્થાનાંતરિત થવાની વૃત્તિ ધરાવે છે. આ સ્થળાંતરના પરિણામે બેંકોમાં નોકરી છોડવાનું પ્રમાણ (Attrition) નોંધપાત્ર રીતે વધ્યું છે અને સંચાલકીય પડકારો ઉભા થયા છે.
ઉપરોક્ત મુદ્દાને ધ્યાનમાં લઈને, DFS એ ભરતી પરીક્ષાઓની વ્યાપક પ્રક્રિયા અને પરિણામોની જાહેરાતની પદ્ધતિની સમીક્ષા કરી, અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) ને બેંકોની ત્રણેય શ્રેણીઓમાં ભરતીના પરિણામોની જાહેરાત માટે એક માનક અને તાર્કિક ક્રમ લાગુ કરવાની સલાહ આપી. પરિણામે, એક સુધારેલી ફ્રેમવર્ક સ્થાપિત કરવામાં આવી છે, જે નિર્ધારિત કરે છે કે હવે પરિણામો સૌ પ્રથમ SBI, ત્યારબાદ NBs અને ત્યારબાદ RRBs માટે જાહેર કરવામાં આવશે. વધુમાં, આ શ્રેણીઓમાંની તમામ ઓફિસર-સ્તરની પરીક્ષાઓના પરિણામો શરૂઆતમાં જાહેર કરવામાં આવશે, ત્યારબાદ તે જ ક્રમમાં ક્લાર્ક-સ્તરની પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવશે. આ વ્યવસ્થિત ક્રમ ઉમેદવારોને તેમની પસંદગીઓ તાત્કાલિક વ્યક્ત કરવામાં અને સુમાહિતગાર નિર્ણયો લેવામાં મદદ કરવા માટે રચાયેલ છે. આ અભિગમ ઉમેદવારો માટે આગાહીક્ષમતા વધારશે, ભરતીની સ્થિરતા સુધારશે, ઉદ્યોગમાં નોકરી છોડવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડશે અને બેન્કિંગ ક્ષેત્રમાં વધુ અસરકારક કર્મચારી આયોજનને સક્ષમ બનાવશે.
વધુમાં, પારદર્શિતા વધારવા માટે, IBPS આગામી 2026-27 કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ ચક્રથી ઉમેદવારોને તેમના પ્રતિભાવ પત્ર (response sheets) અને સાચા જવાબની કી (correct answer keys) જોવા માટે લોગિન આધારિત ઍક્સેસ પ્રદાન કરશે, જેનાથી જાહેર ભરતી પરીક્ષાઓમાં પારદર્શિતા મજબૂત થશે.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2202304)
आगंतुक पटल : 75