પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યુએસએના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી
प्रविष्टि तिथि:
11 DEC 2025 8:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ, એચ.ઇ. શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી.
બંને નેતાઓએ ભારત-યુએસ દ્વિપક્ષીય સંબંધોમાં સતત પ્રગતિની સમીક્ષા કરી અને મુખ્ય પ્રાદેશિક તથા વૈશ્વિક વિકાસ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું.
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ જણાવ્યું:
“રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક વાતચીત થઈ. અમે અમારા દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય વિકાસની ચર્ચા કરી. ભારત અને યુએસ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
@realDonaldTrump
@POTUS”
SM/JY/GP/JD
(रिलीज़ आईडी: 2202642)
आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam