નાણા મંત્રાલય
રાજ્યમાં આઠમા તબક્કામાં નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા માટે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને તાપી જિલ્લામાં શિબિરનું આયોજન કરાયું
प्रविष्टि तिथि:
12 DEC 2025 8:56PM by PIB Ahmedabad
"તમારી મૂડી, તમારો અધિકાર" ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા માટેની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ 1 ઓક્ટોબર 2025થી 31 ડિસેમ્બર 2025ના સમયગાળા દરમિયાન ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશનું તારીખ 04થી ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં માનનીય કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વ્યારા ખાતે જિલ્લા કક્ષાની શિબિરનું સભાખંડ ડો.બાબાસાહેબ આંબેડકર ભવન હોલ વ્યારા ખાતે શુક્રવાર તારીખ 12મી ડીસેમ્બર 2025ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરનો શુભારંભ શ્રી જશુભાઈ એન. દેસાઈ (IPS, પોલીસ અધીક્ષક તાપી) તેમજ શ્રી આદર્શકુમાર સહાયક મહાપ્રબંધક અને રિજનલ મેનેજર બેંક ઓફ બરોડા – સુરત જિલ્લા ક્ષેત્ર, શ્રી રાજ કપુર જનરલ મેનેજર ગુજરાત ગ્રામીણ બેંક, શ્રી ઉત્કર્ષ દેશમુખ ડી.ડી.એમ નાબાર્ડ, શ્રી આસીમ રાણા આર.બી.ડી.એમ દ્વારા કરવામાં આવ્યો તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહક, લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.
આ શિબિર દરમ્યાન મંચસ્થ મહાનુભાવો દ્વારા 20 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 48 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા આ મહામેળાવડામાં અંદાજે 200 જેટલા લોકો હાજર રહ્યા હતા.

જ્યારે જિલ્લા કક્ષાએ અરવલ્લી ખાતે બેંક ઓફ બરોડા, અગ્રણી જિલ્લા બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે સભાખંડ મોડાસા ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરનું ઉદ્ઘાટન મોડાસાના ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, તેમની સાથે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીખ, શ્રી યશવંત કુમાર પાઠક આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને રિજનલ મેનેજર બેંક ઓફ બરોડા - અરવલ્લી, શ્રી દેવેન્દ્ર બોંડે, ડીજીએમ આરબીઆઈ, શ્રીમતી વીણા શાહ, ડીજીએમ, એસએલબીસી, ગુજરાત રાજ્ય, શ્રી મનોજ હરચંદાણી ડીડીએમ નાબાર્ડ અને અન્ય નાણાકીય વિભાગોના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહકો, લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
આ શિબિર દરમિયાન, સ્ટેજ પર હાજર રહેલા લોકોએ 24 દાવેદારોને દાવા પ્રમાણપત્રો અર્પણ કર્યા, અને વિવિધ નાણાકીય સંસ્થાઓ તરફથી કુલ ₹31 લાખ દાવાઓ મંજૂર કરવામાં આવ્યા. આ વિશાળ સભામાં 350થી વધુ લોકો હાજર રહ્યા હતા.

આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં બેંક ઓફ બરોડા, RSETI મહિસાગર, લુણાવાડા ખાતે શુક્રવાર તારીખ 12 ડિસેમ્બરના રોજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર શ્રીમતી. ભાભોર (DRDO ) દ્વારા કરવામાં આવ્યું હતું, તેમની સાથે શ્રી સુશીલ સહાને, AGM -RBI, શ્રી રાહુલ બાંગર, AGM-નાબાર્ડ,અને અન્ય નાણાકીય વિભાગોના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહકો, લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
આ શિબિર દરમિયાન, સ્ટેજ પર હાજર રહેલા લોકોએ 35 દાવેદારોને દાવા પ્રમાણપત્રો અર્પણ કર્યા અને વિવિધ નાણાકીય સંસ્થાઓ તરફથી કુલ ₹56 લાખ દાવાઓ મંજૂર કરવામાં આવ્યા. આ વિશાળ સભામાં 200થી વધુ લોકો હાજર રહ્યા હતા.

જ્યારે પંચમહાલ જિલ્લામાં ફેડરેશન હોલ, GIDC ગોધરા, સર્કિટ હાઉસ પાસે, ગોધરા, પંચમહાલ ખાતે શુક્રવાર તારીખ 12 ડિસેમ્બર ના રોજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર શ્રી જે.જે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમની સાથે શ્રી કે.કે. પાંડે, AGM - બેંક ઓફ બરોડા, ગોધરા, શ્રી રાજેશ કુમાર ભોસલે, AGM-નાબાર્ડ,અને અન્ય નાણાકીય વિભાગોના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહકો, લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
આ શિબિર દરમિયાન, સ્ટેજ પર હાજર રહેલા લોકોએ 236 દાવેદારોને દાવા પ્રમાણપત્રો અર્પણ કર્યા, અને વિવિધ નાણાકીય સંસ્થાઓ તરફથી કુલ ₹ 153 લાખ દાવાઓ મંજૂર કરવામાં આવ્યા. આ વિશાળ સભામાં 350થી વધુ લોકો હાજર રહ્યા હતા.

(रिलीज़ आईडी: 2203354)
आगंतुक पटल : 13