માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં 63મો કેવીએસ સ્થાપના દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો

प्रविष्टि तिथि: 15 DEC 2025 5:02PM by PIB Ahmedabad

પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં 15 ડિસેમ્બર 2025ના રોજ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (કેવીએસ)નો 63મો સ્થાપના દિવસ ગૌરવપૂર્ણ અને સાંસ્કૃતિક માહોલમાં ઉત્સાહપૂર્વક ઉજવાયો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી સચિન કુમાર સિંહ રાઠૌર રહ્યા. આ પ્રસંગે વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી તથા પૂર્વ શિક્ષકો — સુશ્રી માધવી ધનવડે (અંગ્રેજી શિક્ષિકા), શ્રી આનંદ કુમાર (રાજકીય વિજ્ઞાન શિક્ષક) તથા શ્રી જિતેન્દ્ર સિંહ ચૌહાણ (પી.ટી. શિક્ષક) વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિના આગમન અને હરિત સ્વાગતથી કરવામાં આવી. ત્યારબાદ દીપ પ્રજ્વલન, કેવીએસ ગીત અને કેવીએસ પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમ આગળ વધ્યો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સરસ્વતી વંદના, બાલવાટિકા વિદ્યાર્થીઓનું એક્શન સોંગ, તેમજ વિવિધ સાંસ્કૃતિક ઝલકીઓએ દર્શકોને અત્યંત મોહી લીધા.

રેડી ટુ સ્કૂલ’ નૃત્ય, ‘લેટ્સ નો કેવીએસ’ ક્વિઝ, એક ભારત શ્રેષ્ઠ ભારત (EBSB) આધારિત નાટિકા, તેમજ ‘ફોર્ચ્યુનેટ ચિલ્ડ્રન ઑફ કેવીએસ’ નાટકે કેવીએસની મૂલ્યપરક ભાવનાને અસરકારક રીતે રજૂ કરી.

વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલ પ્રેરણાદાયી ભાષણ પછી પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું. મુખ્ય અતિથિએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા કેવીએસની ભૂમિકાની પ્રશંસા કરી અને વિદ્યાર્થીઓને શિસ્ત, પરિશ્રમ અને ઉત્તમતા તરફ આગળ વધવા પ્રેરણા આપી.

કાર્યક્રમનો સમાપન આભાર વિધિ અને રાષ્ટ્રીય ગાન સાથે કરવામાં આવ્યો. આ ઉજવણી વિદ્યાલય પરિવાર માટે યાદગાર અને પ્રેરણાદાયી રહી.


(रिलीज़ आईडी: 2204142) आगंतुक पटल : 63