આયુષ
ભારત પારંપરિક ચિકિત્સા પર બીજા WHO ગ્લોબલ સમિટનું આયોજન કરશે
સર્વાંગી સ્વાસ્થ્ય અને કલ્યાણના ભવિષ્યને આકાર આપવા વૈશ્વિક નેતાઓ નવી દિલ્હીમાં એકત્ર થશે
प्रविष्टि तिथि:
15 DEC 2025 6:15PM by PIB Ahmedabad
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નું બીજું વૈશ્વિક પરંપરાગત તિકિત્સા સંમેલન 17-19 ડિસેમ્બર, 2025 દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. તે આરોગ્ય અને સુખાકારી પર વૈશ્વિક સંવાદને પ્રોત્સાહન આપશે. વિશ્વ આરોગ્ય સંગઠન અને ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સહ-આયોજિત, આ સમિટ વિશ્વભરના નીતિ નિર્માતાઓ, વૈજ્ઞાનિકો, પ્રેક્ટિશનરો, સ્વદેશી જ્ઞાન ધારકો અને નાગરિક સમાજના નેતાઓને સંતુલિત, સમાવિષ્ટ અને ટકાઉ આરોગ્ય પ્રણાલીઓ માટે એક સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે એકસાથે લાવશે.
આ સમિટનો વિષય "સંતુલન પુનઃસ્થાપિત કરવું: આરોગ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને વ્યવહાર" છે. વૈશ્વિક આરોગ્ય પ્રણાલીની અસમાનતાઓ, પર્યાવરણીય તણાવ અને વધતા જતા ક્રોનિક રોગોના સમયે, આ સમિટ પરંપરાગત ચિકિત્સાની સુસંગતતાને ફરીથી રજૂ કરશે અને વિજ્ઞાન, પુરાવા અને જવાબદાર પ્રથા પર આધારિત તેની ભૂમિકાને મજબૂત બનાવશે. 2023માં ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલી પ્રથમ સમિટની સફળતાના આધારે, નવી દિલ્હીમાં આ સમિટ વૈશ્વિક આરોગ્ય કાર્યસૂચિ પર પરંપરાગત ચિકિત્સા સ્થાપિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા વ્યૂહરચના 2025-2034ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સમિટમાં પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓ લોકો-કેન્દ્રિત આરોગ્યસંભાળ અને વૈશ્વિક સુખાકારીમાં કેવી રીતે અર્થપૂર્ણ રીતે યોગદાન આપી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રાષ્ટ્રીય આરોગ્ય પ્રણાલીઓમાં પરંપરાગત તિકિત્સાના સલામત, અસરકારક અને નૈતિક એકીકરણને સમર્થન આપતા ઉભરતા પુરાવા, નવીનતાઓ અને નીતિ માર્ગો પ્રકાશિત કરવામાં આવશે.
સમિટની તકનીકી ચર્ચાઓ "પુનઃસ્થાપિત સંતુલન" પર ઉચ્ચ-સ્તરીય પૂર્ણ સત્ર સાથે શરૂ થશે, જે જ્ઞાન, ઍક્સેસ, શાસન અને વૈશ્વિક સ્વાસ્થ્યમાં અસંતુલનના કારણો અને આજના સમાજો માટે સંતુલન પુનઃસ્થાપિત કરવાનો અર્થ શું હોઈ શકે છે તેની તપાસ કરશે. વૈશ્વિક નેતાઓ અને નિષ્ણાતો ચર્ચા કરશે કે કેવી રીતે વૈજ્ઞાનિક ચોકસાઈ, સમાન શાસન, જૈવવિવિધતા સંરક્ષણ, સ્વદેશી અધિકારો અને વિવિધ જ્ઞાન પ્રણાલીઓ વધુ સમાન અને સ્થિતિસ્થાપક વૈશ્વિક આરોગ્ય ભવિષ્ય બનાવવા માટે સાથે મળીને કામ કરી શકે છે. આ સત્ર વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા વ્યૂહરચનાના અમલીકરણને ટેકો આપવા માટે સંકલિત વૈશ્વિક કાર્યવાહી માટે ઉભરતા વિચારો પણ રજૂ કરશે.
સમિટના બીજા દિવસે વિજ્ઞાન અને નવીનતા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. એક પૂર્ણ સત્ર પરંપરાગત દવાને આગળ વધારવા માટે વિજ્ઞાનમાં રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં સખત સંશોધન, સતત ભંડોળ, પદ્ધતિસરની સુસંગતતા અને નવીનતા ઇકોસિસ્ટમના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવશે. ચર્ચાઓમાં ભાર મૂકવામાં આવશે કે ટકાઉ વિકાસ અને સાર્વત્રિક આરોગ્ય કવરેજમાં પુરાવા-આધારિત યોગદાન આપનાર તરીકે પરંપરાગત ચિકિત્સાને સશક્ત બનાવવા માટે વ્યૂહાત્મક રોકાણો અને વૈજ્ઞાનિક સહયોગ કેવી રીતે આવશ્યક છે.
અન્ય પૂર્ણ સત્ર સંતુલન, સુરક્ષા અને સ્થિતિસ્થાપકતા માટે આરોગ્ય પ્રણાલીઓની પુનઃકલ્પના પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં વૈશ્વિક પરંપરાગત દવા વ્યૂહરચના 2025-2034ના દ્રષ્ટિકોણ અને પ્રાથમિકતાઓની રૂપરેખા આપવામાં આવશે. પ્રાદેશિક અને ક્રોસ-કન્ટ્રી અનુભવો, ખાસ કરીને દક્ષિણપૂર્વ એશિયા અને પશ્ચિમ પેસિફિકના અનુભવોને આધારે, આ સત્ર દર્શાવે છે કે કેવી રીતે પરંપરાગત તિકિત્સાને નીતિ, કાયદાકીય અને નિયમનકારી પ્રગતિ દ્વારા પ્રાથમિક આરોગ્ય સંભાળમાં એકીકૃત કરવામાં આવી રહી છે. મજબૂત શાસન માળખા, ગુણવત્તા ખાતરી અને આંતરરાષ્ટ્રીય નિયમનકારી સહયોગનું મહત્વ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરશે.
આ સમિટ જવાબદારી, ધોરણો અને ડેટા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં પરંપરાગત ચિકિત્સામાં પ્રગતિને કેવી રીતે માપી શકાય અને જવાબદારીપૂર્વક માર્ગદર્શન આપી શકાય તે શોધશે. એક સમર્પિત પૂર્ણ સત્ર પ્રમાણિત ડેટા, પારદર્શક રિપોર્ટિંગ અને કૃત્રિમ બુદ્ધિ સહિત ડિજિટલ તકનીકોના જવાબદાર, માનવ-કેન્દ્રિત ઉપયોગની ભૂમિકાની તપાસ કરશે. ચર્ચાઓ પ્રાચીન જ્ઞાન, સાંસ્કૃતિક અખંડિતતા અને સમુદાય વિશ્વાસ માટે આદર પર ભાર મૂકશે જ્યારે જવાબદાર માળખા માટે હાકલ કરવામાં આવશે જે જાણવાની બહુવિધ રીતોને ઓળખે છે અને સંસાધનોના સમાન અને નૈતિક ઉપયોગની ખાતરી કરે છે.
ત્રણ દિવસીય આ શિખર સંમેલનમાં જાહેર આરોગ્ય માળખામાં પરંપરાગત તિકિત્સાના નિયમન અને એકીકરણ; સ્વદેશી લોકો સાથે જ્ઞાનનું આદરપૂર્ણ આદાનપ્રદાન; જૈવવિવિધતાનું સંરક્ષણ અને ઔષધીય સંસાધનોનો ટકાઉ ઉપયોગ; બૌદ્ધિક સંપદા અધિકારોનું રક્ષણ; અને સંશોધન, શિક્ષણ અને વ્યવહારમાં અદ્યતન ટેકનોલોજીનો જવાબદાર ઉપયોગ સહિત વિવિધ ભવિષ્યલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થશે.
આ કાર્યક્રમમાં 170થી વધુ નિષ્ણાત વક્તાઓ 25 સત્રોમાં વિજ્ઞાન, નીતિ, વ્યવહાર અને સમુદાય નેતૃત્વના દ્રષ્ટિકોણ રજૂ કરશે. વિશ્વના વિવિધ પ્રદેશોમાંથી ઉભરતા નવા અભિગમો, ઉત્પાદનો અને ઉકેલોને પ્રકાશિત કરતી એકવીસ પસંદગીની નવીનતાઓ રજૂ કરવામાં આવશે. આ સમિટ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને જૈવસાંસ્કૃતિક ક્ષેત્રોના અનુભવોને પણ પ્રકાશિત કરશે, જે આરોગ્ય, સંસ્કૃતિ અને ઇકોસિસ્ટમ વચ્ચેના ઊંડા જોડાણોને પ્રકાશિત કરશે.
તેમાં સરકારી નેતાઓ, વૈજ્ઞાનિકો, પરંપરાગત તિકિત્સા નિષ્ણાતો, આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ હિસ્સેદારો અને નાગરિક સમાજ સંગઠનો શામેલ હશે. 100થી વધુ દેશોના પ્રતિનિધિત્વ સાથે સમિટ સંવાદ અને સહયોગ માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. તેના સમાવેશી અભિગમને ધ્યાનમાં રાખીને, સમિટ હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાશે, જે વિશ્વભરના સહભાગીઓને નવી દિલ્હીમાં સ્થળ પર અને ઓનલાઇન બંને રીતે મંજૂરી આપશે.
આ સમિટનું મુખ્ય પરિણામ પરંપરાગત ચિકિત્સામાં પુરાવા આધાર, નીતિ પર્યાવરણ અને વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવાના હેતુથી નવી પહેલો, સહયોગ, પ્રતિજ્ઞાઓ અને પ્રતિબદ્ધતાઓની જાહેરાત હશે. આ પરિણામો વ્યાપક વૈશ્વિક આરોગ્ય અને વિકાસ પ્રાથમિકતાઓ સાથે સુસંગત, આરોગ્ય પ્રત્યે વધુ સર્વાંગી, સ્થિતિસ્થાપક અને ટકાઉ અભિગમો તરફ દોરી જશે તેવી અપેક્ષા છે.
વર્ષ 2023માં યોજાયેલ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની પરંપરાગત દવા પરની પ્રથમ વૈશ્વિક સમિટમાં વૈશ્વિક ધ્યાન, ડેટા અને ટેકનોલોજી લાવીને આ ક્ષેત્ર પર મજબૂત પાયો નાખ્યો હતો. વર્ષ 2025ની સમિટ વૈજ્ઞાનિક નવીનતા, શાસન અને જવાબદારીમાં ઊંડા ઉતરીને આ વારસા પર નિર્માણ કરશે, સાથે સાથે પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓ અને તેમના પર આધાર રાખતા કુદરતી સંસાધનોનું રક્ષણ કરવાના મહત્વ પર પણ ભાર મૂકશે.
જેમ જેમ વિશ્વ એવા આરોગ્ય સમાધાન શોધી રહ્યું છે જે ફક્ત અસરકારક જ નહીં પણ સમાન અને ટકાઉ પણ હોય, તેમ તેમ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની પરંપરાગત ચિકિત્સા પરની બીજી વૈશ્વિક સમિટ એક મહત્વપૂર્ણ તક રજૂ કરે છે. વિવિધ અવાજો અને જ્ઞાન પ્રણાલીઓને એકસાથે લાવીને આ સમિટનો હેતુ વ્યક્તિઓ, સમુદાયો અને ગ્રહ માટે સંતુલન પુનઃસ્થાપિત કરવા તરફ એક સામૂહિક માર્ગ મોકળો કરવાનો છે જ્યારે વૈશ્વિક સ્તરે આરોગ્ય અને સુખાકારીના ભવિષ્યની પુનઃકલ્પના કરવામાં આવી રહી છે.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2204497)
आगंतुक पटल : 9