રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
NHRC, ભારતનો યુનિવર્સિટી સ્તરના વિદ્યાર્થીઓ માટે 4-સપ્તાહનો વિન્ટર ઇન્ટર્નશિપ કાર્યક્રમ – 2025 નવી દિલ્હીમાં શરૂ
NHRCના અધ્યક્ષ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
તેમણે કાર્યક્રમને સમકક્ષો પાસેથી શીખવા માટેનું એક અનન્ય પ્લેટફોર્મ ગણાવ્યું અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે માનવ અધિકારના મૂલ્યોને દૈનિક જીવનમાં આત્મસાત કરવા વિનંતી કરી
NHRCના મહાસચિવ, શ્રી ભરત લાલ, સમાવેશી અને ન્યાયી સમાજનું નિર્માણ કરવા માટે સહાનુભૂતિ અને કરુણાના બંધારણીય મૂલ્યોને જાળવી રાખવા માટે ઇન્ટર્નને વિનંતી કરી
વિવિધ શૈક્ષણિક શાખાઓના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 1,485 અરજદારોમાંથી 80 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી
प्रविष्टि तिथि:
16 DEC 2025 1:47PM by PIB Ahmedabad
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC), ભારત એ નવી દિલ્હીમાં 15મી ડિસેમ્બર 2025થી 9મી જાન્યુઆરી 2026 સુધી નિર્ધારિત તેના ચાર-સપ્તાહના રૂબરૂ વિન્ટર ઇન્ટર્નશિપ કાર્યક્રમ (WIP)-2025ની શરૂઆત કરી. વિવિધ શૈક્ષણિક પૃષ્ઠભૂમિના કુલ 80 યુનિવર્સિટી-સ્તરના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. દેશના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિવિધ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા 1,485 અરજદારોમાંથી તેમની પસંદગી કરવામાં આવી હતી.


કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં NHRC, ભારતના અધ્યક્ષ, જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ એ જણાવ્યું હતું કે આ ઇન્ટર્નશિપ ભારત જેવા વિવિધતા ધરાવતા રાષ્ટ્રમાં સમકક્ષો પાસેથી શીખવા માટેનું એક અનોખું રૂબરૂ પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું કે તેનો હેતુ માનવ અધિકારના વાર્તાલાપમાં અર્થપૂર્ણ આંતરદૃષ્ટિ પ્રદાન કરવાનો છે અને ઇન્ટર્નને તેમના દૈનિક જીવનમાં, ઘરમાં, કાર્યસ્થળે અને સમુદાયની અંદર આ મૂલ્યોને આત્મસાત કરવા વિનંતી કરી, જેથી તેઓ રાષ્ટ્ર નિર્માણમાં અસરકારક રીતે યોગદાન આપી શકે.

તેમના મુખ્ય સંબોધનમાં NHRC, ભારતના મહાસચિવ, શ્રી ભરત લાલ એ માનવ અધિકારના ઉદ્દેશને આગળ વધારવામાં યુવાનોની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે ઇન્ટર્નને ભારતનું બંધારણ અને દેશની સંસ્કૃતિના મૂલ્યોમાં રહેલી સહાનુભૂતિ અને કરુણાની ઊંડી ભાવના કેળવવા વિનંતી કરી. તેમણે તેમના દૃષ્ટિકોણને વિસ્તૃત કરવા અને સમાવેશી, સમાનતાવાદી અને ન્યાયી સમાજનું નિર્માણ કરવા તરફ કામ કરવા માટે ઇન્ટર્નશિપનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

અગાઉ, ઇન્ટર્નશિપ કાર્યક્રમની ઝાંખી આપતા NHRC, ભારતના સંયુક્ત સચિવ, શ્રીમતી સૈડિંગપુઇ છખચુઆકએ જણાવ્યું હતું કે વિષય નિષ્ણાતો સાથેના ઇન્ટરેક્ટિવ સત્રો ઉપરાંત, ઇન્ટર્ન પાસે જૂથ સંશોધન પ્રોજેક્ટ્સ, પુસ્તક સમીક્ષાઓ અને વકતૃત્વ સ્પર્ધાઓ હશે, જેનો હેતુ માનવ અધિકારના મુદ્દાઓ વિશે ઇન્ટર્નની સમજને વધારવા અને તેમને સંબોધવા માટે નવીન અભિગમોને પ્રોત્સાહન આપવાનો છે.
NHRC, ભારતના નિર્દેશક, લેફ્ટનન્ટ કર્નલ વીરેન્દ્ર સિંહે આભાર વિધિ કરી.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2204687)
आगंतुक पटल : 17