કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

નવેમ્બર 2025માં ભારતની ટેક્સટાઇલ અને એપેરલ નિકાસમાં વૃદ્ધિ નોંધાઈ

प्रविष्टि तिथि: 17 DEC 2025 1:20PM by PIB Ahmedabad

નવેમ્બર 2025માં હસ્તકલા સહિત ભારતની ટેક્સટાઇલ અને એપેરલની નિકાસ US $ 2,855.8 મિલિયન રહી હતી, જે નવેમ્બર 2024 (US $ 2,601.5 મિલિયન) ની સરખામણીમાં 9.4% ની વૃદ્ધિ દર્શાવે છે.

નવેમ્બર 2025 દરમિયાન અનેક મુખ્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે:

· રેડીમેડ ગારમેન્ટ્સ (RMG): 11.3%

· માનવ નિર્મિત યાર્ન/ફેબ્રિક્સ/મેડ-અપ્સ વગેરે: 15.7%

· કોટન યાર્ન/ફેબ્રિક્સ/મેડ-અપ્સ અને હેન્ડલૂમ ઉત્પાદનો: 4.1%

· હસ્તકલા (હાથે વણેલા ગાલીચા સિવાય): 29.7%

વર્ષ 2025 માટે, જાન્યુઆરી-નવેમ્બર 2025 દરમિયાન ટેક્સટાઇલ અને એપેરલ નિકાસ (હસ્તકલા સિવાય) ની કુલ નિકાસ US $ 32,560.0 મિલિયન રહી હતી, જે પાછલા વર્ષના સમાન સમયગાળા (US $ 32,474.9 મિલિયન) ની સરખામણીમાં 0.26% નો વધારો દર્શાવે છે.

એ નોંધવું જોઇએ કે જાન્યુઆરી-નવેમ્બર 2025ના સમયગાળા દરમિયાન રેડીમેડ ગારમેન્ટ્સ (RMG) ની નિકાસમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 3.6% ની વૃદ્ધિ જોવા મળી હતી. આ જ સમયગાળા દરમિયાન જૂટ (શણ) ઉત્પાદનોમાં 6.1% ની વૃદ્ધિ નોંધાઈ હતી.

SM/BS/GP/JD


(रिलीज़ आईडी: 2205595) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी