શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) રોજગાર સર્જનને પ્રોત્સાહન આપે છે, રોજગારીની ક્ષમતા વધારે છે અને સામાજિક સુરક્ષા મજબૂત કરે છે


PMVBRYનો ઉદ્દેશ્ય બે વર્ષમાં દેશભરમાં 3.5 કરોડથી વધુ નોકરીઓના સર્જનને પ્રોત્સાહિત કરવાનો છે

प्रविष्टि तिथि: 18 DEC 2025 6:27PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળે, 1 જુલાઈ 2025ના રોજ, ઉત્પાદન ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, MSME અને ગ્રામીણ સાહસો સહિત તમામ ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા, રોજગારીની ક્ષમતા વધારવા અને સામાજિક સુરક્ષાને મજબૂત કરવા માટે 'પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના' (PMVBRY) શીર્ષક હેઠળની એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજનાને મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) હેઠળના પ્રોત્સાહનો 1 ઓગસ્ટ 2025 થી શરૂ થઈને 31 જુલાઈ 2027 ના રોજ પૂરા થતા બે વર્ષના નોંધણી સમયગાળા દરમિયાન સર્જાયેલી નોકરીઓ માટે લાગુ થશે. આ યોજનાનો ઉદ્દેશ્ય 2 વર્ષના સમયગાળામાં સમગ્ર દેશમાં 3.5 કરોડથી વધુ નોકરીઓના સર્જનને પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજનાનું બજેટ આઉટલે ₹99,446 કરોડ છે.

યોજનાના ભાગ A હેઠળ, હાલની અને નવી બંને સંસ્થાઓના પ્રથમ વખતના કર્મચારીઓ મહત્તમ ₹15,000 ને આધીન, એક મહિનાના કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) વેતન સમાન પ્રોત્સાહન માટે પાત્ર રહેશે. આ પ્રોત્સાહન રોજગારના પ્રથમ વર્ષ દરમિયાન બે હપ્તામાં ચૂકવવાપાત્ર રહેશે. પ્રથમ હપ્તો, ₹7,500 સુધીનો, છ મહિનાની સતત રોજગારી પૂર્ણ થયા પછી વિતરિત કરવામાં આવશે. બીજા હપ્તા માટેની પાત્રતા બાર મહિનાની રોજગારી પૂર્ણ થયા પછી અને નિર્ધારિત નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ઊભી થશે. આ બીજો હપ્તો ચોક્કસ સમયગાળા માટે યોગ્ય બચત સાધન / બચત ખાતામાં જમા કરવામાં આવશે. ભાગ B ઓછામાં ઓછા 6 મહિના સુધી જાળવી રાખવામાં આવેલા દરેક વધારાના રોજગાર માટે દર મહિને ₹3,000 સુધી પ્રદાન કરીને લાભાર્થીઓને પ્રોત્સાહિત કરે છે.

કોવિડ-19 મહામારી દરમિયાન નવા રોજગારના સર્જન અને ગુમાવેલી નોકરીઓની પુનઃસ્થાપના માટે નિયોક્તાઓને પ્રોત્સાહિત કરવા માટે 1 ઓક્ટોબર 2020 થી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) શરૂ કરવામાં આવી હતી. લાભાર્થીઓની નોંધણી માટેની અંતિમ તારીખ 31.03.2022 હતી. 31 માર્ચ 2022 સુધી નોંધાયેલા લાભાર્થીઓને યોજના હેઠળ નોંધણીની તારીખથી 2 વર્ષ સુધી લાભો મળ્યા હતા. યોજનાની શરૂઆતથી, 31.03.2024 સુધીમાં, દેશમાં 60.49 લાખ લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા છે.

આ માહિતી શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે દ્વારા આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.

SM/NP/GP/JD


(रिलीज़ आईडी: 2206248) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी