નાણા મંત્રાલય
છોટાઉદેપુર ખાતે દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે શિબિર યોજાઈ
प्रविष्टि तिथि:
19 DEC 2025 8:00PM by PIB Ahmedabad
નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા "તમારી મૂડી, તમારો અધિકાર" શિબિરનું વ્યારા ખાતે જિલ્લા કક્ષાની શિબિરનું આયોજન કરાયું.
"તમારી મૂડી, તમારો અધિકાર" ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા માટેની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 ના સમયગાળા દરમિયાન ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશનું તારીખ 04થી ઓક્ટોબર, 2025 ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં માનનીય કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા કરવામાં આવ્યા બાદ હવે આ ઝુંબેશ ને જિલ્લા કક્ષાએ આગળ ધપાવવા વ્યારા (તાપી) ખાતે બેંક ઓફ બરોડા, અગ્રણી જિલ્લા બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું.

અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે દરબાર હોલ, લાઇબ્રેરી રોડ, છોટાઉદેપુર ખાતે શુક્રવાર તારીખ 19 મી ડીસેમ્બર 2025ના રોજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
આ શિબિરનો શુભારંભ શ્રીમતી ગાર્ગી જૈન (IAS, DM), તેમજ શ્રી શ્રી સચિન કુમાર (DDO), શ્રી સંજીવન કુમાર સહાયક મહાપ્રબંધક અને રિજનલ મેનેજર બેંક ઓફ બરોડા – બરોડા જીલ્લા ક્ષેત્ર, શ્રી શ્રી આશિષ રંજન સહાયક મહાપ્રબંધક અને રિજનલ મેનેજર- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, શ્રી શ્રી ઋતિક વાલિયા ડી.ડી.એમ નાબાર્ડ દ્વારા કરવામાં આવ્યો તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહક, લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય અતિથિઓએ આ પહેલની સરાહના કરતા જણાવ્યું કે આવી શિબિરો નાગરિકોને તેમના નાણાકીય અધિકારો પ્રત્યે જાગૃત કરવા અને નાણાકીય સમાવેશન ને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ શિબિર દરમ્યાન મંચસ્થ મહાનુભાવો દ્વારા 30 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ ૫૨ લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા આ મહામેળાવડામાં અંદાજે 250 જેટલા લોકો હાજર રહ્યા હતા.
આ શિબિર દરમ્યાન વિવિધ નાણાકીય સંસ્થાઓ અને બેંક ઓફ બરોડા આર.સે.ટી. દ્રારા 12 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જે સ્ટોલ પર લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારોને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) છોટાઉદેપુર, પિનાકિન ભટ્ટ એ તમામ અતિથિઓ, બેંક અધિકારીઓ, મીડિયા પ્રતિનિધિઓ તથા નાગરિકોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.
(रिलीज़ आईडी: 2206739)
आगंतुक पटल : 13