ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
ભાવનગર બોટાદ જિલ્લા કક્ષાની ભાઈઓ માટેની સાંસદ ખેલ મહોત્ત્સવ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી સાંસદ ખેલ મહોત્સવ થકી યુવા પ્રતિભાને નવી દિશા મળશે: કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા
2000થી વધુ રમતવીરોએ રસ્સા ખેંચ, ખો-ખો, વોલીબોલ, બાસ્કેટ બોલ અને કબડ્ડી સહિતની વિવિધ વયજૂથની સ્પર્ધાઓમાં ભાગ લીધો
प्रविष्टि तिथि:
22 DEC 2025 4:02PM by PIB Ahmedabad
ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષ ખાતે ભાવનગર-બોટાદ જિલ્લા કક્ષાની ભાઈઓ માટેની સાંસદ ખેલ મહોત્ત્સવ સ્પર્ધાનો કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ, ગ્રાહકોની બાબતો વિભાગનાં રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ પ્રારંભ કરાવ્યો હતો.

આ સ્પર્ધામાં જિલ્લાભરના 2000થી વધુ રમતવીરો એ રસ્સા ખેંચ, ખો-ખો, વોલીબોલ, બાસ્કેટ બોલ અને કબડ્ડી સહિતની વિવિધ વયજૂથની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી આહ્વાનથી દેશભરમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, જેના દ્વારા ખેલાડીઓને રમત-ગમતના માધ્યમથી પોતાની પ્રતિભા રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઈ રહી છે.
VFVN.jpeg)
તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના આહ્વાનને અનુસરીને દરેક સાંસદશ્રી દ્વારા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાના રમતોત્સવ યોજવામાં આવી રહ્યા છે. આવા આયોજનથી ગ્રામ્ય વિસ્તારોના રમતવીરોને પણ પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળી છે.

આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં રમવા આવેલા રમતવીરોને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું. જેનાથી ખેલાડીઓમાં ઉત્સાહનો વધારો થયો હતો.
આ કાર્યક્રમમાં આગેવાન શ્રી કુમારભાઈ શાહ, શ્રી ભરતભાઈ મેર, શ્રી રાજુભાઇ ફાળકી, શ્રી રોહિતભાઈ બગદરીયા, શ્રી મેહુલભાઈ ડાંગર, શ્રી વિનુભાઈ મકવાણા, જિલ્લા રમતગમત અધિકારી શ્રી નરેશભાઈ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી સુનિલભાઈ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(रिलीज़ आईडी: 2207395)
आगंतुक पटल : 13