સંરક્ષણ મંત્રાલય
ભારતીય નૌકાદળનું પ્રથમ તૈયાર સ્ટીચ્ડ સેલિંગ વેસલ - INSV કૌંડિન્યા - તેની પ્રથમ સફર શરૂ કરશે
આ પ્રતીકાત્મક રીતે ઐતિહાસિક દરિયાઈ માર્ગોનું પુનર્નિર્માણ કરશે
प्रविष्टि तिथि:
23 DEC 2025 11:09AM by PIB Ahmedabad
ભારતીય નૌકાદળનું પ્રથમ સ્ટીચ્ડ સેલિંગ વેસલ INSV કૌંડિન્યા, જે ભારતની પ્રાચીન જહાજ નિર્માણ અને દરિયાઈ પરંપરાઓને પુનર્જીવિત કરે છે તે 29 ડિસેમ્બર, 2025ના રોજ તેની પ્રથમ વિદેશી સફર શરૂ કરશે. આ જહાજ ગુજરાતના પોરબંદરથી મસ્કત, ઓમાન જશે, જે પ્રતીકાત્મક રીતે ઐતિહાસિક દરિયાઈ માર્ગોનું પુનર્નિર્માણ કરશે જે હજારો વર્ષોથી ભારતને હિંદ મહાસાગરની દુનિયા સાથે જોડતા હતા.
પ્રાચીન ભારતીય જહાજોના ફોટોગ્રાફ્સથી પ્રેરિત અને સંપૂર્ણપણે પરંપરાગત સ્ચીટ્ડ પ્લાન્ક ટેક્નિક્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ, INSV કૌંડિન્યા ઇતિહાસ, કારીગરી અને આધુનિક નૌકાદળ કુશળતાના દુર્લભ મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે. આજના જહાજોથી વિપરીત તેના લાકડાના પાટિયા કાળા દોરડાથી સીવેલા છે અને કુદરતી રેઝિનથી સીલ કરવામાં આવે છે, જે ભારતના દરિયાકાંઠે અને સમગ્ર હિંદ મહાસાગરમાં એક સમયે પ્રચલિત જહાજ નિર્માણ પરંપરાને પ્રતિબિંબિત કરે છે. આ તકનીક ભારતીય ખલાસીઓને આધુનિક નેવિગેશન અને ધાતુશાસ્ત્રના આગમન પહેલાં પશ્ચિમ એશિયા, આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં લાંબા અંતરની સફર કરવા સક્ષમ બનાવે છે.
આ પ્રોજેક્ટ સંસ્કૃતિ મંત્રાલય, ભારતીય નૌકાદળ અને મેસર્સ હોડી ઇનોવેશન્સ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો, જે સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓને ફરીથી શોધવા અને પુનર્જીવિત કરવાના ભારતના પ્રયાસોના ભાગ રૂપે કરવામાં આવ્યો હતો. માસ્ટર શિપરાઇટ શ્રી બાબુ શંકરનના માર્ગદર્શન હેઠળ પરંપરાગત કારીગરો દ્વારા બનાવવામાં આવેલ અને ભારતીય નૌકાદળ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વ્યાપક સંશોધન, ડિઝાઇન અને પરીક્ષણ દ્વારા સમર્થિત, આ જહાજ સંપૂર્ણપણે દરિયાઈ અને સફર કરવા સક્ષમ છે.
સુપ્રસિદ્ધ નેવિગેટર કૌંડિન્યના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે પ્રાચીન સમયમાં ભારતથી દક્ષિણપૂર્વ એશિયામાં સફર કરી હોવાનું માનવામાં આવે છે આ જહાજ દરિયાઈ રાષ્ટ્ર તરીકે ભારતની ઐતિહાસિક ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
SK6Q.PNG)
SM/IJ/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2207668)
आगंतुक पटल : 18