પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પ્રખ્યાત લેખક વિનોદ કુમાર શુક્લજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 23 DEC 2025 7:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા વિનોદ કુમાર શુક્લજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે હિન્દી સાહિત્યની દુનિયામાં તેમના અમૂલ્ય યોગદાન માટે તેઓ હંમેશા યાદ રહેશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"હિન્દી સાહિત્યના દિગ્ગજ લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત વિનોદ કુમાર શુક્લજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. પદ્ય અને ગદ્ય બંનેમાં તેમની અનોખી લેખનશૈલી અને સામાજિક વિષયો પરની ઊંડી સમજ હંમેશા સાહિત્ય જગત માટે માર્ગદર્શક રહેશે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ!"

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2207882) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Telugu , Kannada , Malayalam