યુવા બાબતો અને રમત મંત્રાલય
યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રમતગમતના વ્યાવસાયિકોની આગામી પેઢી તૈયાર કરવા માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્ટર્નશિપ પોલિસી લોન્ચ કરી
નવી નીતિ હેઠળ, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અને તેની મુખ્ય સંસ્થાઓ જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI), નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી (NADA) અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (NDTL) નો સમાવેશ થાય છે, તેમાં વાર્ષિક 452 ઇન્ટર્નશિપ ઓફર કરવામાં આવશે
આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ દ્વારા, અમે અમારા યુવાનો માટે સ્પોર્ટ્સ ગવર્નન્સ અને એડમિનિસ્ટ્રેશનના દરવાજા ખોલી રહ્યા છીએ, જે તેમને પ્રત્યક્ષ અનુભવ મેળવવા અને રમતગમત દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં લાંબા ગાળાની અસર ઊભી કરવા સક્ષમ બનાવશે: ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી
प्रविष्टि तिथि:
23 DEC 2025 7:32PM by PIB Ahmedabad
યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે (MYAS) આજે એક કોમ્પ્રિહેન્સિવ ઇન્ટર્નશિપ પોલિસી લોન્ચ કરી છે જેનો ઉદ્દેશ્ય યુવા પ્રતિભાને પોષવા અને ભારતની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક વ્યવસ્થિત, મોટા પાયાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
'યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) અને તેની સ્વાયત્ત સંસ્થાઓ માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્ટર્નશિપ પોલિસી' મંત્રાલય અને તેની સ્વાયત્ત સંસ્થાઓમાં કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ ઇન્ટર્નશિપની તકો પૂરી પાડશે, જે સ્પોર્ટ્સ ગવર્નન્સ, વહીવટ અને સંબંધિત વ્યાવસાયિક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અનુભવ (exposure) પ્રદાન કરશે.
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ પહેલ યુવા માનસને ભારતની રમતગમતની યાત્રામાં સાર્થક યોગદાન આપવા માટે સશક્ત બનાવશે.
“ભારતની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમના પરિવર્તન માટે કુશળ વ્યાવસાયિકો અને યુવા પ્રતિભા દ્વારા સમર્થિત મજબૂત સંસ્થાઓની જરૂર છે. આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ દ્વારા, અમે અમારા યુવાનો માટે સ્પોર્ટ્સ ગવર્નન્સ અને એડમિનિસ્ટ્રેશનના દરવાજા ખોલી રહ્યા છીએ, જે તેમને પ્રત્યક્ષ અનુભવ મેળવવા અને રમતગમત દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં લાંબા ગાળાની અસર ઊભી કરવા સક્ષમ બનાવશે,” ડૉ. માંડવિયાએ કહ્યું હતું.
નવી નીતિ હેઠળ, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અને તેની મુખ્ય સંસ્થાઓ, જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI), નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી (NADA) અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (NDTL)નો સમાવેશ થાય છે, તેમાં વાર્ષિક 452 ઇન્ટર્નશિપ ઓફર કરવામાં આવશે.
આ પહેલનો ઉદ્દેશ્ય સ્પોર્ટ્સ ગવર્નન્સ, વહીવટ, સ્પોર્ટ્સ સાયન્સ, એન્ટી-ડોપિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને એથ્લેટ સપોર્ટ સર્વિસિસમાં પ્રતિભાઓનું એક મજબૂત માળખું તૈયાર કરવાનો છે.
આ કાર્યક્રમ રાષ્ટ્રીય રમતગમત નીતિ અને ખેલો ભારત નીતિ 2025ના ઉદ્દેશ્યો સાથે ગાઢ રીતે જોડાયેલો છે, જેમાં યુવા સશક્તિકરણ, ક્ષમતા નિર્માણ અને રમતગમત વહીવટના વ્યાવસાયિકીકરણ પર મજબૂત ધ્યાન આપવામાં આવ્યું છે.
આ નીતિ ભારતની ભવિષ્ય માટે તૈયાર એવી સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસાવવાના લાંબા ગાળાના વિઝનને વધુ ટેકો આપે છે, જે શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખવા અને મોટી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવા સક્ષમ હોય.
ડૉ. માંડવિયાએ વધુમાં નોંધ્યું હતું કે ભારત જ્યારે તેની રમતગમતની માળખાગત સુવિધાઓનો વિસ્તાર કરી રહ્યું છે, શાસન સુધારાને મજબૂત કરી રહ્યું છે અને તેની વૈશ્વિક રમતગમતની છાપ વધારી રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમ વ્યવસાયિક રીતે પ્રશિક્ષિત માનવશક્તિની વધતી જતી જરૂરિયાતને પૂરી કરે છે.
ઇન્ટર્ન વિદ્યાર્થીઓને વ્યવસ્થિત ઓનબોર્ડિંગ, વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને નીતિ ઘડતર તથા તેના અમલીકરણનો પ્રત્યક્ષ અનુભવ મળશે. તેઓ ખેલો ઈન્ડિયા, ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS), ટાર્ગેટ એશિયન ગેમ્સ ગ્રુપ (TAGG) જેવી ફ્લેગશિપ પહેલોમાં સીધું યોગદાન આપશે અને SAI સ્ટેડિયમ, રિજનલ સેન્ટર્સ (RCs) અને નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (NCOEs) માં અનુભવ મેળવશે.
આ ઇન્ટર્નશિપ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ સાયન્સ, ઇવેન્ટ ઓપરેશન્સ, મીડિયા અને કમ્યુનિકેશન્સ, કાનૂની બાબતો, IT સિસ્ટમ્સ, આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ગવર્નન્સ અને એન્ટી-ડોપિંગ સહિત 20થી વધુ કાર્યકારી ક્ષેત્રોમાં ફેલાયેલી હશે. સ્પોર્ટ્સ સાયન્સ રિસર્ચ, લેબોરેટરી ટેસ્ટિંગ, ડેટા એનાલિસિસ અને એથ્લેટ્સને વૈજ્ઞાનિક સહાય પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. NADAમાં મુકાયેલા ઇન્ટર્ન એન્ટી-ડોપિંગ જાગૃતિ, કાનૂની અનુપાલન, કેસ મેનેજમેન્ટ અને નીતિ વિષયક સહાયમાં મદદ કરશે, જ્યારે NDTLના ઇન્ટર્નને સેમ્પલ એનાલિસિસ અને સંશોધન સહિત અદ્યતન લેબોરેટરી-આધારિત એન્ટી-ડોપિંગ પ્રક્રિયાઓનો અનુભવ મળશે.
આ પ્રોગ્રામ યુવા જોડાણ, ડિજિટલ પ્રવાહિતા, નવીનતા અને સાહસિકતાને પ્રોત્સાહન આપવા માંગે છે, જ્યારે નીતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, મીડિયા આઉટરીચ, કાનૂની માળખું, સ્પોર્ટ્સ સાયન્સ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં યોગદાન આપવા સક્ષમ પ્રશિક્ષિત વ્યાવસાયિકોની એક ટીમ તૈયાર કરે છે.
દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં એમ બે ભરતી ચક્ર કેન્દ્રીય ઓનલાઇન પોર્ટલ દ્વારા હાથ ધરવામાં આવશે, જે પારદર્શિતા, સર્વસમાવેશકતા અને યોગ્યતા-આધારિત પસંદગીની ખાતરી કરશે.
વ્યાપક ઇન્ટર્નશિપ પ્રોગ્રામ સ્વચ્છ રમત, પારદર્શક શાસન અને વૈજ્ઞાનિક ઉન્નતિને પ્રોત્સાહન આપવા તરફનું એક મહત્વપૂર્ણ કદમ છે, જે યોગ્ય રમત, એથ્લેટ કલ્યાણ અને રમતગમત વહીવટમાં શ્રેષ્ઠતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે.
કોમ્પ્રિહેન્સિવ ઇન્ટર્નશિપ પોલિસી વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2207906)
आगंतुक पटल : 6