ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

નક્સલ-મુક્ત ભારત તરફના એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલામાં, ઓડિશાના કંધમાલમાં એક મોટા ઓપરેશનમાં સેન્ટ્રલ કમિટીના સભ્ય ગણેશ ઉઇકે સહિત 6 નક્સલવાદીઓ અત્યાર સુધી ઠાર કરવામાં આવ્યા


આ મોટી સફળતા સાથે, ઓડિશા નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થવાના નજીક પહોંચી ગયું છે

અમે 31 માર્ચ 2026 પહેલા નક્સલવાદને ખતમ કરવા માટે સંકલ્પબદ્ધ છીએ

प्रविष्टि तिथि: 25 DEC 2025 4:35PM by PIB Ahmedabad

નક્સલ-મુક્ત ભારત તરફના એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલામાં, ઓડિશાના કંધમાલમાં એક મોટા ઓપરેશનમાં સેન્ટ્રલ કમિટીના સભ્ય ગણેશ ઉઇકે સહિત 6 નક્સલવાદીઓ અત્યાર સુધી ઠાર કરવામાં આવ્યા છે.

'X' પરની એક પોસ્ટમાં, ગૃહ મંત્રાલયની કચેરીએ જણાવ્યું હતું કે, "નક્સલ-મુક્ત ભારત તરફ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન. ઓડિશાના કંધમાલમાં એક મોટા ઓપરેશનમાં, સેન્ટ્રલ કમિટીના સભ્ય ગણેશ ઉઇકે સહિત 6 નક્સલવાદીઓ અત્યાર સુધી ઠાર કરવામાં આવ્યા છે. મોટી સફળતા સાથે, ઓડિશા નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થવાના માર્ગ પર છે. અમે 31 માર્ચ 2026 પહેલા નક્સલવાદને ખતમ કરવા માટે સંકલ્પબદ્ધ છીએ."

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2208526) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Odia , Tamil , Telugu , Malayalam