ફાર્માસ્યુટિકલ્સ વિભાગ
azadi ka amrit mahotsav

ભારત લાઈફ સાયન્સીસ એવોર્ડ 2026 માટે અરજીઓ મંગાવવામાં આવી


સંશોધન, નવીનતા (ઇનોવેશન), સ્ટાર્ટઅપ્સ અને વૈજ્ઞાનિક નેતૃત્વની પ્રશંસા કરવા માટે છ પુરસ્કારો આપાશે

પોસ્ટેડ ઓન: 01 JUL 2026 5:22PM by PIB Ahmedabad

ભારતના લાઈફ સાયન્સીસ ઇકોસિસ્ટમમાં વૈજ્ઞાનિક સંશોધન, નવીનતા અને જાહેર આરોગ્ય પ્રભાવ ક્ષેત્રે ઉત્કૃષ્ટતાની પ્રશંસા કરવા માટે 'ભારત લાઈફ સાયન્સીસ એવોર્ડ (BLSA) 2026' માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ₹7 કરોડના ગ્રાન્ટ સપોર્ટ દ્વારા સમર્થિત, આ એવોર્ડની સ્થાપના હેલ્થકેર અને લાઈફ સાયન્સીસને આગળ ધપાવતા ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિકો, સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઇકોસિસ્ટમ લીડર્સને સન્માનિત કરવા માટે કરવામાં આવી છે. આ પહેલનું આયોજન ફિક્કી (FICCI) દ્વારા લીલી (Lilly) સાથે મળીને કરવામાં આવ્યું છે અને તેને ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની કચેરી, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC) અને ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

આ એવોર્ડ અંતર્ગત પાંચ શ્રેણીઓમાં છ સન્માનનો સમાવેશ થાય છે, જેમાં વ્યક્તિગત ઉત્કૃષ્ટતા, સહયોગી નવીનતા, સંસ્થાકીય ઉત્કૃષ્ટતા, હેલ્થકેર અને લાઈફ સાયન્સીસ સ્ટાર્ટઅપ્સ તેમજ વૈજ્ઞાનિક ઇકોસિસ્ટમના વિકાસને આવરી લેવામાં આવ્યા છે. જ્યારે ચાર શ્રેણીઓ ગ્રાન્ટ સપોર્ટ ધરાવે છે, ત્યારે બે શ્રેણીઓ નવીનતા અને ઇકોસિસ્ટમ નિર્માણમાં ઉત્કૃષ્ટ યોગદાનની પ્રશંસા કરે છે. એક સ્વતંત્ર જ્યુરી દ્વારા પારદર્શક મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા અરજીઓની ચકાસણી કરવામાં આવશે.

અરજીઓ 1 જુલાઈથી 10 ઓગસ્ટ 2026 સુધી ખુલ્લી છે અને આ માટે કોઈ અરજી ફી જરૂરી નથી. સંશોધકો, વૈજ્ઞાનિકો, જાહેર સંશોધન સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, ખાનગી ક્ષેત્રના ઈનોવેટર્સ આમાં ભાગ લઈ શકે છે. પાત્રતાની વિગતો અને ઓનલાઈન અરજી માટે www.bharatlifesciencesawards.com ની મુલાકાત લો.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2280144) મુલાકાતી સંખ્યા : 40