પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત-ન્યૂઝીલેન્ડ સંયુક્ત નિવેદન
Posted On:
11 JUL 2026 7:59AM by PIB Ahmedabad
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી માનનીય ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદી, 10 અને 11 જુલાઈ 2026ના રોજ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડની સત્તાવાર મુલાકાતે છે. આ મુલાકાત 40 વર્ષોમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા ન્યૂઝીલેન્ડની પ્રથમ મુલાકાત છે, જે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે અને બંને દેશો વચ્ચેની સ્થાયી મિત્રતા અને ભાગીદારીમાં એક નવો માર્ગ પ્રશસ્ત કરે છે.
મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ ગવર્નમેન્ટ હાઉસ ખાતે ઔપચારિક સ્વાગત મેળવ્યું, પ્રધાનમંત્રી લક્સન સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી, ન્યૂઝીલેન્ડમાં વ્યાપારી નેતાઓ અને ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કર્યા, અને ન્યૂઝીલેન્ડની રમતગમતના ઇનોવેશનના પ્રદર્શનનું અવલોકન કર્યું હતું.
પ્રધાનમંત્રીઓએ માર્ચ 2025માં પ્રધાનમંત્રી લક્સનની ભારત મુલાકાતને યાદ કરી, જે દરમિયાન ભારત અને ન્યૂઝીલેન્ડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની મંત્રણાઓ શરૂ કરી હતી અને સંરક્ષણ, શિક્ષણ, કસ્ટમ્સ, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી અને રમતગમતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં મેમોરેન્ડમ્સ પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની લાંબા સમયની મિત્રતા, સમાન લોકશાહી મૂલ્યો પીપલ-ટુ-પીપલ લિંક્સ અને ઇન્ડો પેસિફિકમાં સમાન હિતોને સ્વીકારતા, બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સુધી લઈ જવાનો નિર્ણય કર્યો. તેમણે તે અનુસાર આગામી ચાર વર્ષોમાં સંયુક્ત કાર્યવાહીના માર્ગદર્શન માટે એક માળખા તરીકે 'ભારત-ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી: રોડમેપ ટુ 2030'ને સમર્થન આપ્યું.
પ્રધાનમંત્રીઓ વ્યૂહાત્મક ભાગીદારી માટેના એક મહત્વાકાંક્ષી લાંબા ગાળાના વિઝન પર સહમત થયા, જેનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને એક નવા સ્તરે લઈ જવાનો, હાલની સહયોગ પ્રણાલીઓને મજબૂત કરવાનો અને દ્વિપક્ષીય તેમજ બહુપક્ષીય બંને રીતે સહયોગને ઊંડો કરવા માટે નવા માર્ગો શોધવાનો છે.
પોલિટિકલ એન્ડ ડિપ્લોમેટિક એન્ગેજમેન્ટ
પ્રધાનમંત્રીઓએ ઉચ્ચ સ્તરીય રાજકીય જોડાણની વધતી ગતિને આવકારી અને પ્રાદેશિક તથા બહુપક્ષીય કાર્યક્રમો અંતર્ગત સંબંધિત પ્રધાનમંત્રીઓ અને મંત્રીઓ વચ્ચે નિયમિત પરસ્પર મુલાકાતો અને બેઠકો યોજવા સંમતિ દર્શાવી હતી.
સંબંધોને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડવા અને રોડમેપ ટુ 2030 અંતર્ગત પ્રગતિની સમીક્ષા કરવા માટે, પ્રધાનમંત્રીઓ નિયમિત વિદેશ મંત્રીઓની વાર્તાલાપ કરવા અને ભારતના વિદેશ મંત્રાલય અને ન્યૂઝીલેન્ડના વિદેશ બાબતો અને વ્યાપાર મંત્રાલય વચ્ચે વાર્ષિક વરિષ્ઠ અધિકારીઓની બેઠકોની પ્રથાને મજબૂત કરવા સંમતિ દર્શાવી હતી.
પ્રધાનમંત્રીઓએ પરસ્પર સમજણને ઊંડી બનાવવામાં અને ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધોના લોકશાહી પાયાને મજબૂત કરવામાં સંસદીય આદાનપ્રદાનના મહત્વપૂર્ણ યોગદાનનો સ્વીકાર કર્યો છે. તેમણે બંને દેશોની સંસદો વચ્ચે નિયમિત જોડાણને પ્રોત્સાહિત કર્યું, જેમાં ભારતીય સંસદમાં ન્યૂઝીલેન્ડ માટે તાજેતરમાં ગઠિત પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપ અને સંસદ સભ્યોની મુલાકાતોનો સમાવેશ થાય છે.
સંરક્ષણ અને સુરક્ષા સહયોગ
પ્રધાનમંત્રીઓએ સંરક્ષણ સહયોગ પર 2025ના ભારત-ન્યૂઝીલેન્ડ સમજૂતીજ્ઞાપનના અમલીકરણ સહિત, સંરક્ષણ અને સુરક્ષા સહયોગમાં પ્રગતિને આવકારી. પ્રધાનમંત્રીઓ સંરક્ષણ મંત્રાલય અને ત્રણેય સેનાઓના સ્તરે નિયમિત સંરચિત જોડાણ જાળવી રાખવા સંમતિ દર્શાવી. તેમણે 2025 માં કમ્બાઈન્ડ ટાસ્ક ફોર્સ 150 (CTF-150) અંતર્ગત સહયોગને રેખાંકિત કર્યો, જેમાં ન્યૂઝીલેન્ડ કમાન્ડમાં અને ભારત ડેપ્યુટી કમાન્ડર તરીકે હતું, જે મધ્ય પૂર્વ અને પશ્ચિમી હિંદ મહાસાગરમાં માદક પદાર્થોની દાણચોરી, આતંકવાદ અને ગેરકાયદેસર દરિયાઈ પ્રવૃત્તિઓને રોકવાના પ્રયાસોને સમર્થન આપે છે.
પ્રધાનમંત્રીઓએ નોંધ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ, દરિયાઈ રાષ્ટ્રો તરીકે, મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિકમાં સમાન હિત ધરાવે છે. તેમણે તે અનુસાર દરિયાઈ સહયોગને મજબૂત કરવા સંમતિ દર્શાવી, જેમાં તાજેતરમાં સંપન્ન થયેલા મેરિટાઇમ કોઓપરેશન અરેન્જમેન્ટ (MCA), હાઇડ્રોગ્રાફી અને નોટિકલ કાર્ટોગ્રાફીની બાબતોમાં સહયોગ પરના અમલીકરણ કરાર (ઇમ્પ્લીમેન્ટિંગ અરેન્જમેન્ટ), અને દરિયાઈ ક્ષેત્ર પર કેન્દ્રિત મ્યુચ્યુઅલ લોજિસ્ટિક્સ સપોર્ટ અરેન્જમેન્ટનો સમાવેશ થાય છે. તેમણે MCAના ભાગ રૂપે દ્વિપક્ષીય નૌકા કવાયતો સહિતની નૌકા પ્રવૃત્તિઓને પણ આવકારી હતી.
ભારતે ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ અંતર્ગત દરિયાઈ સુરક્ષાને ન્યૂઝીલેન્ડના અગ્રતાના સ્તંભ તરીકેના નામાંકનને આવકાર્યું, અને બંને પક્ષો આ સ્તંભ અંતર્ગત ચોક્કસ સહયોગ પ્રવૃત્તિઓ શોધવા સંમતિ દર્શાવી છે. તેઓ સહયોગ, સંકલન અને માહિતીના આદાનપ્રદાનને મજબૂત કરવા માટે વાર્ષિક મેરિટાઇમ સિક્યુરિટી ડાયલોગ સ્થાપિત કરવા પણ સંમતિ દર્શાવી છે.
પ્રધાનમંત્રીઓએ આતંકવાદનો સામનો, સાયબર સુરક્ષા અને સંબંધિત સુરક્ષા પડકારો પર સહયોગ મજબૂત કરવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી. તેઓ આંતરરાષ્ટ્રીય શાંતિ, સુરક્ષા અને સ્થિતિસ્થાપકતાને સમર્થન આપવાના હેતુથી, સંબંધિત પ્રાદેશિક અને બહુપક્ષીય મંચોમાં સંવાદ અને સહયોગ દ્વારા નજીકના જોડાણની તકો શોધવા સંમતિ દર્શાવી હતી.
પ્રધાનમંત્રીઓ ગેરકાયદેસર ડ્રગ્સની હેરફેર, નાણાકીય ગુનાઓ, સાયબર-સક્ષમ ગુનાઓ, આતંકવાદ સંબંધિત ગુનાઓ, લોકોની દાણચોરી અને માનવ તસ્કરી સહિતના આંતરરાષ્ટ્રીય અને સંગઠિત ગુનાઓનો સામનો કરવા માટે વ્યવહારિક કાયદા અમલીકરણ સહયોગને મજબૂત કરવા સંમતિ દર્શાવી હતી. તેઓ સંબંધિત ભારતીય અને ન્યૂઝીલેન્ડની એજન્સીઓ વચ્ચે માદક પદાર્થ વિરોધી સહયોગ અને કાયદા અમલીકરણ સહયોગ પરના કરારોને વહેલી તકે ઔપચારિક રૂપ આપવા તરફ કામ કરવા સંમતિ દર્શાવી હતી.
વ્યાપાર અને આર્થિક સહયોગ
પ્રધાનમંત્રીઓએ વ્યાપારિક અને આર્થિક સંબંધોમાં ગતિને આવકારી અને સાથે જ સ્વીકાર્યું કે વિકાસ માટે હજુ પણ નોંધપાત્ર અવકાશ બાકી છે. તેઓ 2030 સુધીમાં માલસામાન અને સેવાઓમાં દ્વિપક્ષીય દ્વિ-માર્ગીય વ્યાપારને બમણો કરીને NZ$7 બિલિયન અથવા અંદાજે ₹35,000 કરોડ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય તરફ કામ કરવા સંમતિ દર્શાવી. તેમણે વ્યવસાયોને સંબંધો ઊંડા કરવા, તકો શોધવા અને બંને અર્થતંત્રો વચ્ચેની પૂરકતાઓ પર આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રધાનમંત્રીઓએ સંતુલિત, વ્યાપક અને પરસ્પર ફાયદાકારક ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વ્યાપાર કરાર (FTA) ના નિષ્કર્ષ અને હસ્તાક્ષરને આવકાર્યા. તેઓ તેનો વહેલો અમલ અને અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરવા સંમતિ દર્શાવી હતી.
પ્રધાનમંત્રીઓએ વ્યાપારમાં અવરોધો દૂર કરવા, વધેલા સહયોગ અને ન્યૂઝીલેન્ડ દ્વારા ભારતમાં રોકાણના પ્રોત્સાહન દ્વારા દ્વિપક્ષીય આર્થિક ભાગીદારીને મજબૂત કરવામાં FTAની મહત્વપૂર્ણ ભૂમિકાનો સ્વીકાર કર્યો. પ્રધાનમંત્રીઓએ નોંધ્યું કે ન્યૂઝીલેન્ડ 2047 સુધીમાં વિકસિત દેશ બનવાના ભારતના વિકસિત ભારત લક્ષ્યને સમર્થન આપી શકે છે, જેમાં વ્યાપાર, કૃષિ, કૌશલ્ય, ઇનોવેશન, સ્વચ્છ ઊર્જા, રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં સહયોગનો સમાવેશ થાય છે.
આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક સમજણ પેદા કરવામાં પર્યટનની હકારાત્મક ભૂમિકાને સ્વીકારતા, તેમણે પર્યટન પરના સમજૂતીજ્ઞાપન (મેમોરેન્ડમ ઓફ અરેન્જમેન્ટ)ના હસ્તાક્ષરને આવકાર્યા હતા. તેમણે ફરીથી એરલાઇન્સને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીધી નોન-સ્ટોપ ફ્લાઇટ્સ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રધાનમંત્રીઓએ બાગાયત, વનસંવર્ધન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ સહિતના પ્રાથમિક ઉદ્યોગોમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વધતી જતી ભાગીદારીને આવકારી છે. તેમણે નોંધ્યું કે આ સહયોગ ઉત્પાદકતા, ખાદ્ય સુરક્ષા, ટકાઉપણું, લણણી પછીની પ્રણાલીઓ (પોસ્ટ-હાર્વેસ્ટ સિસ્ટમ્સ) અને મૂલ્ય શૃંખલાના વિકાસમાં ન્યૂઝીલેન્ડની વૈશ્વિક સ્તરે માનયતા પ્રાપ્ત કુશળતાનો લાભ લે છે, અને ટકાઉ કૃષિ વિકાસ માટે ભારતની અગ્રતાઓનું સમર્થન કરે છે.
પ્રધાનમંત્રીઓએ મુક્ત વ્યાપાર કરાર અંતર્ગત એગ્રિકલ્ચરલ પ્રોડક્ટિવિટી પાર્ટનરશિપને વ્યવહારિક સહયોગ માટેના એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે આવકારી, જેમાં કીવીફ્રૂટ, સફરજન અને મધમાં ઉત્પાદકતા વધારવામાં મદદ કરવા માટે ભારત સાથેની ન્યૂઝીલેન્ડની કાર્ય યોજનાઓ પરના કાર્યનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં કીવીફ્રૂટમાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સની સ્થાપના માટે ન્યૂઝીલેન્ડના સમર્થનની નોંધ લીધી અને શૈક્ષણિક અને સંસ્થાકીય સહયોગને આવકાર્યો જે કૃષિ નવપ્રવર્તન, કૌશલ્ય વિકાસ અને મજબૂત ઉદ્યોગ જોડાણોને સમર્થન આપશે. પ્રધાનમંત્રીઓએ પશુપાલન અને ડેરી ઉદ્યોગ પરના મેમોરેન્ડમ ઓફ કોઓપરેશનના નિષ્કર્ષને પણ આવકાર્યો હતો.
પ્રધાનમંત્રીઓએ દરિયાઈ જહાજના કર્મચારીઓના યોગ્યતા પ્રમાણપત્રો (સીફેઅરર કોમ્પિટન્સી સર્ટિફિકેટ્સ) ની માન્યતાને મજબૂત કરવાની તકો પર ભારતના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ, બંદરો, જહાજ પ્રત્યયન અને જળમાર્ગ મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ) અને મેરિટાઇમ ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલુ સંવાદને આવકાર્યો. તેમણે નોંધ્યું કે સીફેઅરર કોમ્પિટન્સી સર્ટિફિકેટ્સની ઉન્નત માન્યતા દરિયાઈ જહાજના કર્મચારીઓની ગતિશીલતાને સમર્થન આપશે, દરિયાઈ સત્તાવાળાઓ વચ્ચે સહયોગ મજબૂત કરશે, અને બંને દેશોના દરિયાઈ ઉદ્યોગોની સ્થિતિસ્થાપકતા અને ક્ષમતામાં યોગદાન આપશે.
લોકો, સંસ્કૃતિ અને રમતગમત
પ્રધાનમંત્રીઓએ ભારત અને ન્યૂઝીલેન્ડના લોકો વચ્ચેના મજબૂત જોડાણોની પ્રશંસા કરી હતી. તેમણે સ્વીકાર્યું કે ન્યૂઝીલેન્ડમાં ભારતીય સમુદાય ન્યૂઝીલેન્ડના વિવિધતાસભર સમાજનો એક અભિન્ન અને મૂલ્યવાન ભાગ છે, તેમજ બંને દેશો વચ્ચે એક લિવિંગ બ્રિજ છે. તેમણે ન્યૂઝીલેન્ડના અર્થતંત્ર, સમાજ, સંસ્કૃતિ, જાહેર અને રમતગમતના જીવનમાં સમુદાયના નોંધપાત્ર યોગદાનની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીઓએ 2026માં રમતગમત દ્વારા એકતાના 100 વર્ષ (100 યર્સ ઓફ યુનિટી થ્રુ સ્પોર્ટ)ની ઉજવણી કરવાના આયોજનને આવકાર્યું. તેમણે આગળ રમતગમત પર ભારત-ન્યૂઝીલેન્ડ સંયુક્ત કાર્ય યોજનાને આવકારી, જે ઉચ્ચ પ્રદર્શન રમતગમત, કોચિંગ, રમત વિજ્ઞાન, સહભાગિતા, રમત વ્યવસાય અને રાષ્ટ્રીય રમતગમત સંગઠનો વચ્ચે આદાનપ્રદાન દ્વારા દ્વિપક્ષીય રમતગમતના સંબંધોને મજબૂત કરવા માટે એક વ્યવહારિક માળખું પૂરું પાડે છે.
પ્રધાનમંત્રીઓએ પરંપરાગત દવાઓ પર જોડાણ, સાંસ્કૃતિક સહયોગ પરના કરારની શરૂઆત, અને નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, લોથલ, ભારત અને ન્યૂઝીલેન્ડ મેરિટાઇમ મ્યુઝિયમ વચ્ચેના મેમોરેન્ડમ ઓફ અરેન્જમેન્ટને આવકાર્યો છે. તેમણે નોંધ્યું કે આ પહેલો પરસ્પર લોક-સંપર્કોને મજબૂત કરવા, પરસ્પર સમજણને પ્રોત્સાહિત કરવા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, સમકાલીન સર્જનાત્મકતા અને બંને દેશો વચ્ચેના લાંબા સમયના દરિયાઈ જોડાણોની ઉજવણી કરવાની મૂલ્યવાન તકો પૂરી પાડે છે.
એજ્યુકેશન, રિસર્ચ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ
પ્રધાનમંત્રીઓએ સ્વીકાર્યું કે શિક્ષણ, સંશોધન, વિજ્ઞાન અને ટેકનોલોજી, અને નવપ્રવર્તન એ દ્વિપક્ષીય સંબંધોના મુખ્ય પાસાઓ છે. તેમણે સરકારી અધિકારીઓ, સંસ્થાઓ અને ઉદ્યોગોને કૃષિ, આબોહવા, ડિજિટલ પરિવર્તન, વિજ્ઞાન, નવપ્રવર્તન અને નવી તથા ઉભરતી ટેકનોલોજીમાં ભાગીદારી કરવા અને તેને વિકસાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રધાનમંત્રીઓએ શિક્ષણને સંબંધોના એક કેન્દ્રીય સ્તંભ તરીકે સ્વીકાર્યું, જે પરસ્પર લોક-સંપર્કો, કૌશલ્ય વિકાસ, સંશોધન સહયોગ અને લાંબા ગાળાની આર્થિક ભાગીદારીને આધાર આપે છે. તેમણે બંને દેશોની શિક્ષણ સંસ્થાઓ વચ્ચે વધતા જોડાણોને આવકાર્યા અને વિદ્યાર્થીઓની ગતિશીલતા, સંસ્થાકીય ભાગીદારી, નવપ્રવર્તન અને પરસ્પર સમજણને સમર્થન આપે તે રીતે સહયોગ મજબૂત કરવા સંમતિ દર્શાવી. તેમણે 2025ના શિક્ષણ સહયોગ કરાર (એજ્યુકેશન કોઓપરેશન અરેન્જમેન્ટ) ના અમલીકરણમાં પ્રગતિ પર વિચાર કર્યો અને હસ્તાક્ષર પછી વિકસિત થયેલા જોડાણો અને નવી સંસ્થાકીય ભાગીદારીનો સ્વીકાર કર્યો હતો.
પ્રધાનમંત્રીઓએ આબોહવા પરિવર્તન અને લો-ઇમિશન અને આબોહવા-સ્થિતિસ્થાપક અર્થતંત્રો તરફના સંક્રમણના સહિયારા પડકારોને સ્વીકાર્યા છે. તેઓ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ અને કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સહયોગને ઊંડો કરવા સંમતિ દર્શાવી. પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડના ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સમાં જોડાવાને આવકાર્યું હતું.
પ્રધાનમંત્રીઓએ ભારતના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ન્યૂઝીલેન્ડની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી વચ્ચે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન - MoCના હસ્તાક્ષરને આવકાર્યા હતા. તેમણે બંને દેશોમાં સમુદાયો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસ્થાઓની સ્થિતિસ્થાપકતા વધારવાના હેતુથી આપત્તિના જોખમમાં ઘટાડો, સજ્જતા, પ્રતિભાવ, પુનઃપ્રાપ્તિ અને સ્થિતિસ્થાપકતા નિર્માણમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાના મહત્વની પુનઃપુષ્ટિ કરી હતી.
પ્રધાનમંત્રીઓએ વધુ ટકાઉ, ઉત્પાદક અને આબોહવા-સ્થિતિસ્થાપક કૃષિ અને ખાદ્ય પ્રણાલીઓને સમર્થન આપવા માટે સંશોધન, નવપ્રવર્તન અને વ્યવહારિક ઉકેલોને આગળ વધારવા માટે ઉત્સુકતા દર્શાવી હતી.
રીજનલ એન્ડ મલ્ટિલેટરલ કોઓપરેશન
પ્રધાનમંત્રીઓએ ઇન્ડો પેસિફિક પ્રત્યેના તેમના સંબંધિત અભિગમો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું અને મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી, જ્યાં સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવામાં આવે છે અને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવવામાં આવે છે.
તેમણે આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને 1982ના દરિયાઈ કાયદા પરના સંયુક્ત રાષ્ટ્રના સંમેલન (યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી - UNCLOS) અનુસાર નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતા અને દરિયાના અન્ય કાયદેસરના ઉપયોગોની પુનઃપુષ્ટિ કરી. બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને UNCLOS અનુસાર વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની જરૂરિયાતની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે ઇન્ડો-પેસિફિકમાં સુરક્ષા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
નેતાઓએ ASEAN-આગેવાની હેઠળના અને અન્ય પ્રાદેશિક મંચો - જેમ કે પૂર્વ એશિયા સમિટ, ASEAN પ્રાદેશિક મંચ અને ASEAN સંરક્ષણ પ્રધાનોની બેઠક પ્લસ -માં સહકારના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ASEANની કેન્દ્રીય ભૂમિકા અને ઇન્ડો-પેસિફિક પર ASEAN આઉટલુકના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્રની આસપાસ કેન્દ્રિત અસરકારક બહુપક્ષીય પ્રણાલીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે યુએન (UN) ા સાહસિક અને અસરકારક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સમકાલીન ભૌગોલિક રાજકીય વાસ્તવિકતાઓને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે કાયમી અને બિન-કાયમી બંને શ્રેણીઓમાં સુરક્ષા પરિષદ (સિક્યુરિટી કાઉન્સિલ)ના વિસ્તરણ માટે તેમના સમર્થનની પુષ્ટિ કરી હતી. આ સંદર્ભમાં, ન્યૂઝીલેન્ડે સુધારેલી અને વિસ્તૃત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે તેના સમર્થનની પુનઃપુષ્ટિ કરી હતી.
બંને પક્ષોએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા, સાર્વત્રિક, બિન-ભેદભાવયુક્ત અને ચકાસી શકાય તેવા પરમાણુ નિઃશસ્ત્રીકરણ, અને ગ્લોબલ નોન-પ્રોલિફરેશન આર્કિટેક્ચરને જાળવી રાખવા માટે તેમની મજબૂત પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. પ્રધાનમંત્રીઓએ ભારતના સ્વચ્છ ઊર્જાના લક્ષ્યો અને તેની બિન-પ્રસાર લાયકાતો માટે અનુમાનિતતાના સંદર્ભમાં, ભારતના ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં જોડાવાના મૂલ્યનો ફરીથી સ્વીકાર કર્યો હતો.
પ્રધાનમંત્રીઓએ મધ્ય પૂર્વમાં તણાવના નવા ઉછાળા પર ચિંતા વ્યક્ત કરી અને તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ ઓછો કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. તેમણે શિપિંગ પરના કોઈપણ નિયંત્રણોનો વિરોધ કરતી વખતે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા નેવિગેશનની સ્વતંત્રતા અને વાણિજ્યના વૈશ્વિક પ્રવાહની સંપૂર્ણ પુનઃસ્થાપના માટે હાકલ કરી હતી. તેમણે સંઘર્ષના શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ મેળવવા માટે સંવાદ અને રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય કાયદાના પાલનના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીઓએ સ્થિર, પારદર્શક અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઈનના મહત્વ પર ચર્ચા કરી. તેમણે આંતરરાષ્ટ્રીય ઊર્જા સપ્લાય ચેઈનમાં અને વૈશ્વિક ઊર્જા નેટવર્ક પર સ્થિતિસ્થાપકતા મજબૂત કરવામાં ભારત ભજવી રહેલી મહત્વપૂર્ણ ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો. તેમણે ઇન્ડો પેસિફિકમાં વિક્ષેપોની અસરો વિશે ઊંડી ચિંતા વ્યક્ત કરી, નોંધ્યું કે પ્રદેશ માટે વૈશ્વિક સપ્લાય રૂટ્સની સ્થિરતા આવશ્યક છે. તેમણે નોંધ્યું કે આ પેસિફિક ટાપુ દેશો (પેસિફિક આઇલેન્ડ કન્ટ્રીઝ) માટે ખાસ કરીને તીવ્ર છે, જ્યાં અર્થતંત્રો ભારે ખુલ્લા છે અને તેલના ઊંચા ભાવો વીજળી ઉત્પાદન, શિપિંગ, પરિવહન, કૃષિ અને મત્સ્યઉદ્યોગના ખર્ચમાં વધારો કરી રહ્યા છે, જે સામાજિક સુખાકારી અને નાણાકીય ટકાઉપણું પર નોંધપાત્ર દબાણ લાવી રહ્યું છે.
યુક્રેન પર, નેતાઓએ ચાલી રહેલા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી, જે સતત અપાર માનવ વેદના અને વૈશ્વિક પરિણામોનું કારણ બની રહ્યું છે. તેઓ યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો પર આધારિત, સંવાદ અને રાજદ્વારી દ્વારા વ્યાપક, ન્યાયી અને કાયમી શાંતિની સિદ્ધિ તરફના પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
બંને નેતાઓએ સરહદ પારના આતંકવાદ સહિત તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની તેમની સંપૂર્ણ નિંદાનો પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓએ 22 એપ્રિલ 2025ના રોજ ભારતના જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને 10 નવેમ્બર 2025ના રોજ નવી દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલી આતંકવાદી ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે આ હુમલાઓ માટે જવાબદાર લોકોને ગુનેગાર ઠેરવવા જોઈએ. તેમણે આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતા (ઝીરો-ટોલરન્સ) અને સુસંગત અભિગમ માટે હાકલ કરી, અને આતંકવાદના ધિરાણ નેટવર્ક અને સુરક્ષિત આશ્રયસ્થાનોને ખોરવી નાખવા, ઓનલાઈન સહિત આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવા અને આતંકવાદના ગુનેગારોને ઝડપથી ન્યાયના કઠેડામાં લાવવા હાકલ કરી હતી. બંને નેતાઓ આતંકવાદ અને હિંસક ઉગ્રવાદનો સામનો કરવા માટે સહયોગ મજબૂત કરવા સંમત થયા. નેતાઓએ કાઉન્ટર-ટેરરિઝમ પર જોઇન્ટ વર્કિંગ ગ્રુપ - JWGની સ્થાપના પર MoAના હસ્તાક્ષરને આવકાર્યા જે માહિતી અને જ્ઞાનની વહેંચણી માટે એક માળખું પૂરું પાડશે.
બંને નેતાઓએ યુએન અને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) સહિત બહુપક્ષીય મંચોમાં સહયોગ મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. બંને નેતાઓએ તમામ દેશો માટે યુએન-પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અને વ્યક્તિઓ, જેમાં UNSC 1267 પ્રતિબંધ સમિતિમાં સૂચિબદ્ધ છે અને તેમના સહયોગીઓ, પ્રોક્સીઓ, પ્રાયોજકો, ધિરાણકર્તાઓ અને સમર્થકોનો સમાવેશ થાય છે, તેમની સામે તાત્કાલિક, ટકાઉ, સંકલિત અને નક્કર કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નિષ્કર્ષ
પ્રધાનમંત્રીઓએ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને નજીકનું જોડાણ જાળવી રાખવા અને રોડમેપ ટુ 2030માં નિર્ધારિત પહેલોનું સમયસર અમલીકરણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. તેઓ સંમતિ દર્શાવી કે પ્રગતિની સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નિયમિતપણે કરવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી લક્સન અને ન્યૂઝીલેન્ડની સરકાર અને જનતાનો તેમને અને તેમના પ્રતિનિધિમંડળને આપવામાં આવેલા ઉષ્માભર્યા આતિથ્ય સત્કાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓ ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની ગતિ જાળવી રાખવા અને ભારત-ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીની સંપૂર્ણ ક્ષમતાનો સાક્ષાત્કાર કરવા સંમત થયા હતા.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2283549)
Visitor Counter : 17