પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
azadi ka amrit mahotsav

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને ભારતીય કોસ્ટ ગાર્ડના સહયોગથી પોરબંદરમાં આજે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા દિવસ 2026નું આયોજન કરાયું

પોસ્ટેડ ઓન: 19 SEP 2026 4:54PM by PIB Ahmedabad

પોરબંદરમાં આજે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા દિવસ 2026 અંતર્ગત સમુદ્ર કિનારા સફાઈ અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ તથા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગથી આયોજિત આ અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો સફેદ ટી-શર્ટ અને કેપ પહેરીને સમુદ્ર કિનારે પહોંચ્યા હતા. સ્વયંસેવકોએ સમુદ્ર કિનારે ફેલાયેલા પ્લાસ્ટિક સહિતના કચરાને એકત્ર કરીને બેગમાં ભર્યો હતો. અભિયાન દરમિયાન સમુદ્રી પર્યાવરણની સુરક્ષા અને સમુદ્ર કિનારાને સ્વચ્છ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

અભિયાનમાં ભાગ લેનારા યુવક-યુવતીઓએ સમુદ્ર કિનારાની સફાઈમાં ભાગ લેવાનો પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો અને સમુદ્રી પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે લોકોમાં જાગૃતિ હોવી આવશ્યક બતાવી હતી. આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા દિવસ વિશ્વભરમાં સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે આયોજિત થાય છે અને ભારતીય કોસ્ટ ગાર્ડ ભારતમાં 2006થી આ પ્રવૃત્તિનું સંકલન કરે છે.

કાર્યક્રમ દરમિયાન સમુદ્ર કિનારાની સફાઈમાં જોડાઈને મળેલા અનુભવ વિશે જોડાયેલા લોકોએ વાત કરી હતી અને સમુદ્રને સ્વચ્છ રાખવા માટે માત્ર સફાઈ અભિયાન સુધી જ સીમિત નહીં, પરંતુ લોકોમાં કચરો ન ફેંકવાની જાગૃતિ હોવી આવશ્યક બતાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ સમુદ્રી પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છ સમુદ્ર કિનારા માટે સામૂહિક પ્રયાસ કરવાનો સંદેશ આપ્યો હતો.

 


(રીલીઝ આઈડી: 2312422) મુલાકાતી સંખ્યા : 66