આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO), ક્ષેત્રીય કાર્યાલય, વડોદરા અને તાબાના ઉપ-ક્ષેત્રીય કાર્યાલય, વલસાડ, નડિયાદ, સુરત અને મહેસાણાના અધિકારક્ષેત્ર હેઠળના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા વિવિધ સર્વેક્ષણો હાથ ધરાશે
પોસ્ટેડ ઓન:
01 OCT 2026 9:42PM by PIB Ahmedabad
ભારત સરકારના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સંગઠન છે જે વિવિધ વિષયો જેવા કે સામાજિક-આર્થિક આંકડાશાસ્ત્ર, કૃષિ આંકડાશાસ્ત્ર, ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર પર આંકડા એકત્ર / પ્રકાશિત કરે છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) ભારત સરકારનું એક બિન-વ્યાવસાયિક/બિન-મહેસૂલ ઉત્પાદક સંગઠન છે જે રાજ્ય શાસનના સત્તાધિકારીઓ સાથે ગાઢ સંપર્કમાં રહીને પોતાનું કાર્ય કરે છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) ના સર્વેક્ષણ સંબંધિત આંકડા/પ્રકાશનોનો રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા યોજના નિર્ધારણ અને અમલીકરણમાં વ્યાપક સ્તરે ઉપયોગ કરવામાં આવે છે.
- રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO), ક્ષેત્રીય કાર્યાલય, વડોદરા અને તાબાના ઉપ-ક્ષેત્રીય કાર્યાલય, વલસાડ, નડિયાદ, સુરત અને મહેસાણાના અધિકારક્ષેત્ર હેઠળના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા ઓક્ટોબર 2026 માં રાષ્ટ્રીય કૌટુંબિક આવક સર્વેક્ષણ (NHIS), અસંગઠિત ક્ષેત્રના સાહસોનું વાર્ષિક સર્વેક્ષણ (ASUSE), સામયિક શ્રમ બળ સર્વેક્ષણ (PLFS), ઘરેલુ પ્રવાસન ખર્ચ સર્વેક્ષણ (DTES) / રાષ્ટ્રીય ઘરેલુ યાત્રા સર્વેક્ષણ (NHTS), ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) અને નિગમિત સેવા ક્ષેત્રના સાહસોનું વાર્ષિક સર્વેક્ષણ (ASISSE) નું સર્વેક્ષણ કાર્ય હાથ ધરવાનું પ્રસ્તાવિત છે, જેની વિગત જોડાણમાં સંલગ્ન છે.
- ઉપરોક્ત સર્વેક્ષણોના માધ્યમથી આમ નાગરિકો, પરિવારો અને બિન-નોંધાયેલ સાહસોનીઆવકના સ્ત્રોત, ખર્ચ, આર્થિક સ્થિતિ, રોજગારીની સ્થિતિ અને જીવનધોરણ સંબંધિત પ્રામાણિક આંકડા એકત્રિત કરવામાં આવે છે, સાથે જ ફુગાવવાનો દર માપવા માટે ગ્રાહક ભાવ સૂચકાંકનું કાર્ય ગ્રામીણ/શહેરી બજારોમાં કરવામાં આવે છે. આ સર્વેક્ષણોમાંથી પ્રાપ્ત આંકડાનો ઉપયોગ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ભવિષ્યની આર્થિક નીતિઓ, રોજગાર સર્જનની યોજનાઓ અને જન-કલ્યાણકારી કાર્યક્રમો તૈયાર કરવા માટે કરવામાં આવે છે.
- રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO), ક્ષેત્રીય કાર્યાલય, વડોદરા અને તાબાના ઉપ-ક્ષેત્રીય કાર્યાલય, વલસાડ, નડિયાદ, સુરત અને મહેસાણા અંતર્ગત આવતા તમામ જિલ્લાના નાગરિકોને નમ્ર વિનંતી છે કે તેઓ રાષ્ટ્રહિતના આ મહત્વપૂર્ણ આંકડાકીય કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે. જ્યારે પણ NSO ના અધિકારીઓ/કર્મચારીઓ આપના ઘરે સર્વેક્ષણ માટે આવે, ત્યારે કૃપા કરીને કોઈ પણ સંકોચ વગર તેમને સાચી અને સચોટ માહિતી પૂરી પાડીને પોતાનો પૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે.
(રીલીઝ આઈડી: 2317995)
મુલાકાતી સંખ્યા : 32