યુવા બાબતો અને રમત મંત્રાલય
‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાની ‘રન ફોર નશા મુક્ત યુવા’ મેગા ઇવેન્ટનું ભવ્ય આયોજન
પોસ્ટેડ ઓન:
04 OCT 2026 3:36PM by PIB Ahmedabad
યુવાનોમાં નશા મુક્ત જીવનશૈલી અંગે જાગૃતિ લાવવા તેમજ યુવા શક્તિને વિકસિત ભારત@2047ના સંકલ્પ સાથે જોડવાના ઉદ્દેશ્યથી અણુવ્રત સમિતિ, અમદાવાદ તથા MY Bharat – અમદાવાદ (ગુજરાત), યુવા કાર્ય અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા તથા અન્ય સહભાગી સંસ્થાઓ અને હિતધારકોના સહયોગથી આજે અમદાવાદ ખાતે ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત – 100 અઠવાડિયા (રવિવાર) અભિયાન’ અંતર્ગત રાજ્ય કક્ષાની ‘રન ફોર નશા મુક્ત યુવા’ મેગા ઇવેન્ટનું ભવ્ય આયોજન સુશ્રી ડિમ્પલ જૈન, અધ્યક્ષ, અણુવ્રત સમિતિ, અમદાવાદ તથા શ્રી પ્રિતેશ કુમાર ઝવેરી, જિલ્લા યુવા અધિકારી, MY Bharat – અમદાવાદના સહિયારા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની અધ્યક્ષતા અમદાવાદ પૂર્વ ના લોકપ્રિય માનનીય લોકસભા સાંસદ શ્રી હસમુખભાઈ એસ. પટેલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શ્રી સૌરભ જામવાલ, NCC બ્રિગેડિયર, શ્રી સચિન શર્મા, રાજ્ય નિર્દેશક, MY Bharat – ગુજરાત, શ્રી વિનોદજી કોઠારી, ઓલ ઈન્ડિયા વાઇસ પ્રેસિડેન્ટ, અણુવિભા, કર્નલ NCC શ્રી મનીષ જસરોટીયા, અણુવ્રત સમિતિ સચિવ મનીશા દત્ત સહિત વિવિધ ક્ષેત્રોના અન્ય મહાનુભાવો અને અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

માનનીય મુખ્ય અતિથિ તથા ઉપસ્થિત મહાનુભાવોએ યુવાનોને નશાથી દૂર રહીને સ્વસ્થ, સશક્ત અને જવાબદાર જીવનશૈલી અપનાવવા આહ્વાન કર્યું હતું તથા નાશ મુક્ત યુવા અંગેની પ્રતિગના પણ લેવડાવી હતી. તેમણે યુવાનોને નશા મુક્ત ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા તેમજ પોતાની ઊર્જા અને ક્ષમતાનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ માટે કરવા પ્રેરિત કર્યા હતા. સાથે જ, યુવા શક્તિને વિકસિત ભારત@2047ના રાષ્ટ્રીય સંકલ્પ સાથે જોડાઈને ભારતના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી તથા ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા સહભાગિયો ને લીલી ઝંડી આપી મેરેથોન ની ભવ્ય શરૂઆત કરવી હતી.

મેગા ઇવેન્ટમાં વિવિધ સહભાગી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુવા સંગઠનો, NCC તથા અન્ય સ્ટેકહોલ્ડર્સના મોટી સંખ્યામાં યુવા પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યુવાનોની વિશાળ ભાગીદારી અને ઉત્સાહના કારણે સમગ્ર કાર્યક્રમમાં જનજાગૃતિ અને સામૂહિક સંકલ્પનું વાતાવરણ સર્જાયું હતું.
‘રન ફોર નશા મુક્ત યુવા’ ઉપરાંત કાર્યક્રમમાં આયોજિત ‘નશા મુક્ત સહી દિવાલ’ (Nasha Mukt Signature Wall) અને સ્લોગન રાઇટિંગ જેવી જાગૃતિપ્રેરક પ્રવૃત્તિઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. યુવા પ્રતિભાગીઓએ નશા મુક્ત સમાજના નિર્માણ માટે પોતાના સંકલ્પ વ્યક્ત કરતાં સહી કરી હતી અને વિવિધ પ્રેરણાદાયી સૂત્રો દ્વારા નશા મુક્ત જીવનનો સંદેશ આપ્યો હતો.
આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફ્લેશ મોબ દ્વારા પણ નશા મુક્ત જીવનશૈલીનો સંદેશ અસરકારક અને સર્જનાત્મક રીતે યુવાનો તથા જનસમુદાય સુધી પહોંચાડવામાં આવ્યો હતો. વિવિધ પ્રવૃત્તિઓએ સમગ્ર મેગા ઇવેન્ટને ઉર્જાસભર અને જનજાગૃતિથી ભરપૂર બનાવ્યો હતો.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત યુવાનો અને તમામ સહભાગી સંસ્થાઓ દ્વારા નશા મુક્ત ભારતના નિર્માણ અને વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવા માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
MY Bharat – અમદાવાદ તથા અણુવ્રત સમિતિ, અમદાવાદ દ્વારા આયોજિત આ મેગા ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નશાની હાનિકારક અસરોથી જાગૃત કરી તેમને સ્વસ્થ અને સકારાત્મક જીવન તરફ પ્રેરિત કરવાનો તેમજ ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો રહ્યો હતો.
(રીલીઝ આઈડી: 2318886)
મુલાકાતી સંખ્યા : 39