પોસ્ટેડ ઓન:
22 OCT 2026 11:38AM by PIB Ahmedabad
ટપાલ વિભાગ દ્વારા પેન્શન સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે પેન્શન અદાલત'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પેન્શન અદાલત તારીખ 30-10-2026, શુક્રવારના રોજ સવારે 11.00 વાગ્યાથી, પોસ્ટમાસ્ટર જનરલની કચેરી, હેડ ક્વાર્ટર રીજન, સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004 ખાતે યોજાશે.
પોસ્ટમાસ્ટર જનરલ દરેક પેન્શનરને વ્યક્તિગત રીતે સાંભળશે અને તેમની ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ લાવશે. આ અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શનરોને વ્યક્તિગત સુનાવણી પૂરી પાડવાનો અને તેમની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ કરવાનો છે.
ટપાલ વિભાગના પેન્શનને લગતી ફરિયાદો 'વરિષ્ઠ હિસાબ અધિકારી’, પેન્શન વિભાગ, પોસ્ટમાસ્ટર જનરલની કચેરી, હેડ ક્વાર્ટર રીજન, સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004'ના સરનામે મોકલવી. આ ફરિયાદો 26-10-2026 (સોમવાર) સુધીમાં પહોંચી જવી જોઈએ. નિયત તારીખ પછી મળેલી ફરિયાદો સ્વીકારવામાં આવશે નહીં.
ફરિયાદો નક્કર અને સંક્ષિપ્ત હોવી જોઈએ. સામાન્ય સ્વરૂપની કે નીતિવિષયક બાબતોને લગતી ફરિયાદો સ્વીકારવામાં આવશે નહીં. વધુમાં, એક અરજીમાં એકથી વધુ મુદ્દા કે વિષય હોવા જોઈએ નહીં
ફરિયાદો ફરિયાદી દ્વારા વ્યક્તિગત રીતે અથવા પેન્શનરના પરિવારના સભ્ય દ્વારા રજૂ કરવામાં આવશે.
વધુમાં, ડાયરેક્ટોરેટના પત્ર ક્રમાંક 44013/2/2010-Coord તારીખ 25-03-2011ના મુદ્દા ક્રમાંક 6.3 મુજબ, ‘સ્ટેન્ડિંગ કમિટી ઓફ વોલન્ટરી એજન્સીઝ' (SCOVA) ના અધિકૃત પ્રતિનિધિઓ અને માન્ય ટ્રેડ યુનિયનો/પેન્શનર એસોસિએશનોને પણ પેન્શન અદાલતમાં હાજર રહેવા માટે આમંત્રિત કરી શકાય છે; પરંતુ તેમને પેન્શનરોની ફરિયાદો રજૂ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
*****
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com