પોસ્ટેડ ઓન:
31 OCT 2026 8:00PM by PIB Ahmedabad
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) એ શનિવારે તેની વાર્ષિક સ્ટુડન્ટ-રન ટેકનિકલ સમિટ, અમલથિયા ’26 (Amalthea ’26) ની 17મી આવૃત્તિની શરૂઆત કરી હતી. "સ્ટ્રેન્ડ્સ ઓફ ઇટરનિટી" (Strands of Eternity) થીમ સાથેની આ બે દિવસીય ઇવેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, વ્યવસાયિક નિષ્ણાતો અને ટેક ઉત્સાહીઓએ પ્રદર્શનો, સ્પર્ધાઓ, વાર્તાલાપ અને અરસપરસ સત્રોમાં ભાગ લીધો હતો.
_20261031201356_1ecc13.jpg)
સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL), ચંદીગઢના નિષ્ણાત શ્રી એચ એસ જટ્ટાણા; ડેપ્યુટી ડિરેક્ટર, IITGN; પ્રો. ભાસ્કર દત્ત, ડીન ઓફ એકેડેમિક અફેર્સ, IITGN; અને પ્રો. સમીર દલવીએ ઉદ્ઘાટન સમારોહની શોભા વધારી હતી. ફ્લેગશિપ ટેક એક્સ્પોનું ઉદ્ઘાટન મેજર જનરલ એ કે મોહલા, જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC), 11 રેપિડ (H) દ્વારા રિબન કાપીને કરવામાં આવ્યું હતું.
ટેક એક્સ્પોમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ (IPR), IITGN ની રોબોટિક્સ લેબ, ક્વોન્ટમ મટિરિયલ્સ એન્ડ ડિવાઇસિસ ગ્રુપ, કપિધ્વજ AI, મેકર ભવન, સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ (CCL), પ્લેસસ્ટેશન, ATSN AI, ઇનસાઇડહન્ટ, લિંગોલેબ્સ, આર્નોબોટ્સ, પ્રાઇમયુએવી વગેરે દ્વારા નવીનતાઓ અને પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. ઓટો એક્સ્પોએ લેન્ડ રોવર, ફોર્ડ રોડસ્ટર, મોરિસ માઇનર, BMW M2, ફિયાટ સિલેક્ટ, ફોર્ડ મુસ્તાંગ, નિસાન જોંગા અને મર્સિડીઝ ડબલ્યુ સહિતના વાહનોના પ્રદર્શન સાથે મુલાકાતીઓને આકર્ષ્યા હતા.
તેમની મુલાકાત દરમિયાન મેજર જનરલ મોહલાએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને ભારતીય સંરક્ષણ દળોની જરૂરિયાતો વિશે અને નવીનતા વાસ્તવિક દુનિયાની સમસ્યાઓને કેવી રીતે સંબોધિત કરી શકે છે તે અંગે ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને એવા ઉકેલો સાથે આગળ આવવા વિનંતી કરી જે વપરાશકર્તાઓ અને એપ્લિકેશન માટે અર્થપૂર્ણ હોય. તેમણે પ્રોટોટાઇપ તબક્કામાંથી નવીન વિચારો લેવા અને તેને બજાર માટે તૈયાર ઉપયોગી ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવા માટે સશસ્ત્ર દળો, યુનિવર્સિટીઓ અને ઉદ્યોગ વચ્ચેના સહયોગના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

"ગઇકાલના ઉકેલો એ પણ આજના પડકારો છે, નવીનતાને વ્યવહારિક પરિણામોમાં રૂપાંતરિત કરવી મહત્વપૂર્ણ છે," તેમણે કહ્યું. સારા વિચારો છે અને શ્રેષ્ઠ નવીનતાઓ છે, પરંતુ જો તે જનતા સુધી પહોંચતા નથી તો તે નકામા છે. "અર્થપૂર્ણ અસર ઊભી કરવા માટે નવીનતાઓનું વ્યાપારીકરણ થવું જ જોઈએ."
નવીનતાને વ્યવહારિક પરિણામોમાં રૂપાંતરિત કરવાના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું, “ગઇકાલના ઉકેલો એ પણ આજના પડકારો છે. સારા વિચારો અને શ્રેષ્ઠ નવીનતાઓ છે, પરંતુ જો તે જનતા સુધી પહોંચતા નથી, તો તેનો કોઈ ઉપયોગ નથી. અર્થપૂર્ણ અસર ઊભી કરવા માટે નવીનતાઓનું વ્યાપારીકરણ થવું જ જોઈએ.”
ઓપન ડે એ મુલાકાતીઓને રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પુનઃપ્રાપ્ય ઊર્જા, મેરિટાઇમ એન્જિનિયરિંગ, સ્માર્ટ કેમિકલ સેન્સિંગ અને પાવર ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં કામ કરતા લેબોરેટરીઝ અને વિદ્યાર્થી સંશોધકો દ્વારા પ્રદર્શનો દ્વારા IITGN ના સંશોધનનો અનુભવ કરવાની તક આપી હતી.
બોઇંગ નેશનલ એરોમોડેલિંગ સ્પર્ધામાં 130 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ પ્રયાસો પ્રથમ દિવસે સફળતાપૂર્વક સંપન્ન થયા હતા. કી-નોટ સંબોધન ઇન્ડિયન ઇન્ટર-કોલેજ પ્રોગ્રામિંગ કોન્ટેસ્ટ (IICPC) ના સ્થાપક આયુષ કુમાર દ્વારા આપવામાં આવ્યું હતું, ત્યારબાદ IICPC હેકાથોન યોજાઈ હતી. આ દિવસમાં BGMI, ફ્રી ફાયર અને રોકેટ લીગમાં બુશીદો ઇ-સ્પોર્ટ્સ સ્પર્ધાઓ તેમજ મેઝ રનર, ફ્લોડાયનેમિક્સ, સિટીથોન અને આરસી રેસિંગ રોબોરેસ જેવી તકનીકી સ્પર્ધાઓ પણ સામેલ હતી.

સેમિકન્ડક્ટર કોન્કલેવ અને સિમ્પોઝિયમે સેમિકન્ડક્ટર સંશોધન, સેમિકન્ડક્ટર ફેબ્રિકેશનમાં કારકિર્દી, કેમિકલ મિકેનિકલ પોલિશિંગ (CMP) સામગ્રી અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન વિશે ચર્ચા કરવા માટે નિષ્ણાતોને એકસાથે લાવ્યા હતા.
"સેમિકન્ડક્ટરમાં સફળ કારકિર્દી બનાવવા માટે, તમે એક વિશિષ્ટતામાં ઊંડા ઉતરો તે પહેલાં તમારે ઉપકરણ ડિઝાઇન, ઉત્પાદન, પેકેજિંગ અને ગ્રાહકની જરૂરિયાતો પર વ્યાપક, દ્વિઆયામી (T-shaped) જ્ઞાન મેળવવાની જરૂર છે," ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્રિન્સિપલ એન્જિનિયર ડૉ. વિનય શર્માએ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો વિશે જણાવ્યું હતું. તેમણે અતિ-શુદ્ધ પાણી, અવિરત વીજળી અને સ્થાનિક કેમિકલ સપ્લાય ચેઇન જેવા સહાયક માળખાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
ઇન્ડિનાનો ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના સહ-સ્થાપક અને સીઈઓ ડૉ. નાગેન્દ્ર પ્રસાદે સ્વદેશી સેમિકન્ડક્ટર સામગ્રી વિકસાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો અને કહ્યું, "ભારતમાં CMP સ્લરીઝ જેવી સેમિકન્ડક્ટર સામગ્રીનું સ્થાનિકીકરણ કરવું એ માત્ર સપ્લાય-ચેઇન સ્થિતિસ્થાપકતા પ્રદર્શિત કરવા અને ઝડપી તકનીકી સમર્થન પૂરું પાડવા વિશે નથી, પરંતુ સ્વદેશી ઉત્પાદનો વૈશ્વિક ઉત્પાદન ધોરણોને પૂર્ણ કરી શકે છે તે સાબિત કરવા વિશે પણ છે." ઇલેક્ટ્રોનિક્સ પ્રોટોટાઇપિંગ અને ઉત્પાદન સાથે સંકળાયેલા વિશાલ તેજવાણીએ હાર્ડવેર સ્ટાર્ટઅપ્સને ટેકો આપવામાં સુલભ ટેબલટોપ એસેમ્બલી સાધનોની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું, "ટેબલટોપ ઇલેક્ટ્રોનિક્સ એસેમ્બલી ટૂલ્સ સ્થાનિક સ્ટાર્ટઅપ્સને અહીં જ ઝડપથી પ્રોટોટાઇપ અને નિર્માણ કરવા માટે સક્ષમ બનાવી શકે છે."
કોન્કલેવનું સમાપન સેમિકન્ડક્ટર લેબોરેટરી (SCL), ચંદીગઢના નિષ્ણાત શ્રી એચ. એસ. જટ્ટાણા સાથે થયું, જેમણે સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં ભારતની આત્મનિર્ભરતા વિશે વાત કરી. તેમણે પોતાના ઉત્પાદન સાધનો વિકસાવવાના SCL ના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો અને કહ્યું, "SCL ની પ્રાથમિક ભૂમિકા દેશની તકનીકી સ્વાયત્તતા સુનિશ્ચિત કરવાની છે. રેડિયેશન-હાર્ડન્ડ ઇલેક્ટ્રોનિક્સ જેવા સંરક્ષણ અને લશ્કરી એપ્લિકેશનો વિકસાવવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે." તેમણે વિદ્યાર્થીઓને એનાલોગ અને RF ડિઝાઇનની શોધ કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા, જ્યાં ભારતને વધુ કુશળ વ્યાવસાયિકોની જરૂર છે.
IITGN ના એક્સટર્નલ રિલેશન્સના ડીન પ્રો. અમિત પ્રશાંતે શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ વચ્ચે વધુ સહયોગ માટેની તકો અંગે ચર્ચા કરી. "જો આપણે સાથે મળીને કામ કરીએ અને વિચારો શેર કરીએ, તો નવીનતા માટેની અને વિચારોને પ્રોટોટાઇપથી વ્યવહારિક ઉપયોગ તરફ લઈ જવાની તકો છે. આ માટે વધુ સંશોધન, તકનીકી સમર્થન અને ઉદ્યોગ સહયોગની જરૂર છે" તેમણે કહ્યું.
બીજો દિવસ, 1 નવેમ્બરના રોજ ટેક એક્સ્પો અને ઓટો એક્સ્પો, બોઇંગ નેશનલ એરોમોડેલિંગ સ્પર્ધાના બાકીના રાઉન્ડ અને બુશીદો ઇ-સ્પોર્ટ્સ ફાઇનાલ્સ રજૂ કરશે. અન્ય નિર્ધારિત કાર્યક્રમોમાં વાયર ટુ વિન, બ્રેઇનવિઝનો ઓફલાઇન રાઉન્ડ, બ્રિજ-એ-થોન, પાથફાઇન્ડર, પ્રોમ્પ્ટ્સ ટુ પ્રોફિટ્સ, નેટઝીરો અને ગેમ જેમ્ પ્રદર્શનનો સમાવેશ થાય છે, જ્યાં સહભાગીઓ દસ દિવસમાં વિકસાવવામાં આવેલી ગેમ્સ પ્રદર્શિત કરશે. આ દિવસનું સમાપન ડીજે કબીર દ્વારા સંગીતમય પ્રદર્શન સાથે થશે, ત્યારબાદ અજિતંશુ દ્વારા બોલિવૂડ સેટ અને ડીજે રિહ્યા દ્વારા EDM પ્રદર્શન યોજાશે.