પોસ્ટેડ ઓન:
02 NOV 2026 9:35PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે દેશભરમાં ખરીફ પાકોની લણણી, વર્તમાન મોસમી પરિસ્થિતિઓ અને રબી સત્રની તૈયારીઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. બેઠકમાં દેશના વિવિધ ભાગોમાં દુષ્કાળ, ચક્રવાતી પ્રભાવ અને અનિયમિત વરસાદથી ઉત્પન્ન પરિસ્થિતિઓ પર વિચાર-વિમર્શ કરતા ખેડૂતોના હિતમાં ઠોસ રણનીતિ બનાવવા માટે નિર્દેશિત કરવાની સાથે જ કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહે અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા કે સંકટના સમયે ખેડૂતો પ્રત્યે પૂરી સંવેદનશીલતા રાખવામાં આવે અને રાહત કાર્યોમાં પ્રક્રિયાગત વિલંબ બિલકુલ ન થાય. બેઠકમાં કેન્દ્રીય કૃષિ સચિવ શ્રી અતીશ ચંદ્રા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
સમીક્ષા બેઠક દરમિયાન જણાવવામાં આવ્યું કે દેશભરમાં ખરીફ પાકોની લણણીનું કામ ચાલી રહ્યું છે. મગ અને સોયાબીન જેવા પ્રમુખ પાકોની લણણી અંતિમ તબક્કામાં છે. કૃષિ મંત્રી શ્રી ચૌહાણે કહ્યું કે લણણીના તુરંત પછી ખેતરોમાં ઉપલબ્ધ ભેજનો મહત્તમ ઉપયોગ કરતા રબી પાકોની વાવણીને ગતિ આપવામાં આવે. તેમણે નિર્દેશ આપ્યા કે જે વિસ્તારોમાં સિંચાઈના પાણીની મર્યાદિત ઉપલબ્ધતા છે, ત્યાં ખેડૂતોને ચણા, રાઈ (સરસવ), મસૂર અને જાડા અનાજ જેવા ઓછા પાણી અને ઓછી લાગત વાળા પાકો માટે પ્રોત્સાહિત કરવામાં આવે. સાથે જ, તાપમાનના ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખતા વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત આબોહવા અનુકૂળ અને ગરમી રોધક અદ્યતન બીજ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશમાં ખાતર અને ઉર્વરકોની સ્થિતિની પણ સમીક્ષા કરી. સમીક્ષામાં જાણવા મળ્યું કે રબી સત્ર માટે યુરિયા, ડીએપી, એમઓપી અને એનપીકે સહિત તમામ જરૂરી ઉર્વરકો અને પ્રમાણિત બીજનો દેશમાં પૂરતો અને મજબૂત સ્ટોક ઉપલબ્ધ છે. ખેડૂતોને વાવણીના સમયે કોઈપણ પ્રકારની પરેશાની ન થાય, આ માટે રાજ્યો સાથે સંકલન બનાવીને જિલ્લા સ્તર સુધી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. મંડીઓના વિશ્લેષણમાં આ સકારાત્મક તથ્ય પણ સામે આવ્યું કે ડાંગર, ઘઉં, મકાઈ, ચણા, મસૂર, તુવેર, સોયાબીન અને રાઈ જેવા પ્રમુખ પાકોના ભાવ ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) થી ઘણા ઉપર મળી રહ્યા છે જેથી ખેડૂતોને તેમની ઉપજનું બેહતર અને લાભકારી મૂલ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે.

પ્રાકૃતિક આપત્તિઓથી પ્રભાવિત ખેડૂતોની ચર્ચા કરતા શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે પછી ભલે તે અતિશય વરસાદ અને પૂરથી પ્રભાવિત વિસ્તારો હોય કે પછી કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જેવા દુષ્કાળથી ઝઝૂમી રહેલા રાજ્યો હોય, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં કેન્દ્ર સરકાર દરેક ખેડૂત સાથે પૂરી મજબૂતીથી ઊભી છે. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા કે એનડીઆરએફ અંતર્ગત ક્ષતિના ઝડપી આંકલન અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના દાવાઓની ચૂકવણી પ્રાથમિકતાના ધોરણે કરાવવામાં આવે જેથી ખેડૂતોને સમયસર આર્થિક સંબળ મળી શકે. આગામી ચક્રવાતી વરસાદથી બનનારી ભેજનો લાભ પણ રબી વાવણીમાં ઉઠાવવા માટે આકસ્મિક કાર્યયોજના અંતર્ગત તેમણે નિર્દેશિત કર્યા. કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે તેઓ સ્વયં સ્થિતિની દર અઠવાડિયે સમીક્ષા કરશે અને આવશ્યકતા પડવા પર રાજ્ય સરકારો તથા મુખ્યમંત્રીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરીને ખેડૂતોની દરેક સમસ્યાનો ઝડપી ઉકેલ નિકાળશે.
SM/DK/JD