યુવા બાબતો અને રમત મંત્રાલય
"વિકસિત ભારત યુવા સંવાદ: નો યોર વોટ" કાર્યક્રમનું નૂતન ગ્રામ વિદ્યાપીઠ, થવા ખાતે ભવ્ય આયોજન
પોસ્ટેડ ઓન:
03 NOV 2026 6:56PM by PIB Ahmedabad
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના ‘માય ભારત’ અભિયાન અંતર્ગત દેશભરની 500 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં તા. 26 ઓક્ટોબરથી 5 નવેમ્બર 2026 દરમિયાન "વિકસિત ભારત યુવા સંવાદ: નો યોર વોટ" કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ જ શ્રેણીમાં આજરોજ નેત્રંગ તાલુકાના થવા ગામ સ્થિત નૂતન ગ્રામ વિદ્યાપીઠ ખાતે યુવા પેઢીમાં ચૂંટણીલક્ષી જાગૃતિ લાવવા અને લોકશાહી પ્રક્રિયામાં તેમની સક્રિય તથા જવાબદાર ભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી આ વિશેષ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
_20261103190055_2d6ee5.jpeg)
આ કાર્યક્રમમાં અગ્રણીઓ શ્રી નિરલભાઈ પટેલ, શ્રી શક્તિસિંહ પરમાર તેમજ યુવા આદર્શ અને આઈકોન શ્રી ગણપતસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રી ગણપતસિંહ રાઠોડ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી "નો યોર વોટ" અંગે વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ અને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી, જ્યારે શ્રી નિરલભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો સંવાદ સાધીને SIRની સમગ્ર પ્રક્રિયાને સચોટ ઉદાહરણો દ્વારા સરળ ભાષામાં સમજાવવામાં આવી હતી.

આ અવસરે 'માય ભારત' દ્વારા યુવા આઈકોન શ્રી ગણપતસિંહ રાઠોડનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમણે વિદ્યાર્થીઓને ‘માય ભારત’ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી તેની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ "વિકસિત ભારત 2047" ના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા લોકતાંત્રિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને રાષ્ટ્રગાન સાથે આ પ્રોત્સાહક કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.
_20261103190143_22133d.jpeg)
(રીલીઝ આઈડી: 2332209)
મુલાકાતી સંખ્યા : 42