પોસ્ટેડ ઓન:
04 NOV 2026 5:09PM by PIB Ahmedabad
સમેકિત ક્ષેત્રિય કૌશલ વિકાસ (સી.આર.સી.) પુનર્વાસ તથા દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર અને સમગ્ર શિક્ષા, ગુજરાત રાજ્યમાં વિશેષ શિક્ષકો માટે ભારતીય પુનર્વાસ પરિષદ (RCI) નવી દિલ્હી દ્વારા મંજૂર કરાયેલ સતત પુનર્વાસ શિક્ષણ કાર્યક્રમો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન, ગુજરાત હેઠળ કાર્યરત 2300 કરતાં પણ વધારે વિશિષ્ટ શિક્ષકોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ જીલ્લામાં દિવ્યાંગતા ક્ષેત્રમાં કાર્ય કરતા વિશિષ્ટ શિક્ષકો માટે "Capicity Building and Sensitization for Special Educators/Special Teachers" વિષય પર તા.2/11/2026 થી 3/11/2026 બે દિવસીય સી.આર.ઈ. તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન સી.આર.સી., ઓઢવ, અમદાવાદ મુકામે કરવામાં આવ્યું હતું.

સી.આર.ઈ. તાલીમના પ્રથમ દિવસે તજજ્ઞ તરીકે સી.આર.ઈ. પ્રોગ્રામ કોઓર્ડીનેટર ડો.નયનકુમાર પરમાર, કુ.ઉર્વશી પુરોહિત, શ્રી રાજેન્દ્રકુમાર પરમાર, શ્રી અખિલેશ કાંત, કુ.તનુ રોચાની, શ્રીમતી પ્રિયંકા ચૌહાણ, તાલીમના બીજા દિવસે શ્રી ભુપેન્દર સિંહ, કુ. મિત્તલ પરમાર ડો.નયનકુમાર પરમાર ઉપસ્થિત રહ્યાં હતા. સંપૂણ કાર્યક્રમ ડો. અજિત કુમાર, ડાયરેક્ટર, CRC અમદાવાદ ના માર્ગદર્શનમાં આયોજિત થયો હતો.
_20261104171235_712f8b.jpeg)
