રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

અમદાવાદ મંડળના ખાખરેચીમાં 35 વર્ષો માટે ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસિત કરવાનો કોન્ટ્રાક્ટ કર્યો 


80,413 ચોરસ મીટર રેલવે જમીન પર ખાનગી મૂડીરોકાણથી વિકસિત થશે આધુનિક માલ પરિવહન ટર્મિનલ 

એપ્રિલથી ઓક્ટોબર 2026 સુધી મંડળના 8 કાર્યરત કાર્ગો ટર્મિનલોથી 23 લાખ ટનથી વધુ માલનું પરિવહન, રૂ.330 કરોડથી વધુની આવક પ્રાપ્ત 

પોસ્ટેડ ઓન: 06 NOV 2026 4:12PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં વર્તમાનમાં 8 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) કાર્યરત છે. આ ટર્મિનલો મારફતે કન્ટેનર, મીઠું, બેન્ટોનાઈટ, સિમેન્ટ, ખાતર, ખાંડ અને દાળો સહિત વિવિધ વસ્તુઓનું પરિવહન કરવામાં આવે છે. 

એપ્રિલ 2026 થી ઓક્ટોબર 2026 સુધી આ 8 કાર્ગો ટર્મિનલોથી કુલ 1,700 થી વધુ રેક લોડ કરવામાં આવ્યા, જેમનામાં 65,000 થી વધુ વેગન સામેલ છે. આ સમયગાળા દરમિયાન કુલ લગભગ 23 લાખ ટનથી વધુ માલનું પરિવહન કરવામાં આવ્યું, જેનાથી રેલવેને રૂ.330 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ. 

આ જ ક્રમમાં, માલ પરિવહન સુવિધાઓને વધુ સુદ્રઢ કરવા તથા રેલવેની આવકમાં વૃદ્ધિ કરવાની દિશામાં અમદાવાદ મંડળે એક વધુ મહત્વપૂર્ણ પહેલ કરી છે. મંડળ દ્વારા ખાખરેચીમાં ગતિ શક્તિ કાર્ગો ટર્મિલન વિકસિત કરવા માટે મેસર્સ એમિરેટ્સ લોજિસ્ટિક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને 35 વર્ષોના સમયગાળા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ અમદાવાદ મંડળમાં રેલવે બોર્ડની જીસીટી નીતિ-2026 ના શિડ્યુલ-II હેઠળ પ્રથમ કાર્ગો ટર્મિનલ છે. 

80,413 ચોરસ મીટર રેલવે જમીનનો થશે વ્યવસાયિક ઉપયોગ
 
આ પરિયોજના હેઠલ જીસીટી ઑપરેટરને રેલવેની 80,413 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. આ જમીન પર ખાનગી મૂડીરોકાણ મારફતે આધુનિક માલ લોડિંગ અને અનલોડિંગ સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. આનાથી ભારતીય રેલવેને પ્રતિ વર્ષ રૂ.15 લાખથી વધુની જમીન લાયસન્સ ફી પ્રાપ્ત થશે. 

માલ પરિવહન અને લૉજિસ્ટિક્સ સુવિધાઓને મળશે પ્રોત્સાહન
 
ખાખરેચી ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પરિયોજના રેલવેની બિનઉપયોગી જમીનના અસરકારક ઉપયોગ અને આનગી ક્ષેત્રની ભાગીદારીથી આધુનિક મૂળભૂત માળખાના વિકાસનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. આ પરિયોજનાથી ભારતીય રેલવેને આવક-ભાગીદારી મારફતે વધારાની આવક, જમીન લાયસન્સ ફી રૂપે નિયમિત આવક તથા વગર મૂડીગત રોકાણ આધુનિક માલ પરિવહન સુવિધાઓનો લાભ મળશે. 

મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ જણાવ્યું કે ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલના વિકસિત થવાથી ક્ષેત્રમાં માલ પરિવહન સુવિધાઓનું વિસ્તરણ થશે. આનાથી ઉદ્યોગો અને વ્યાપારી પ્રતિષ્ઠાનોને પોતાના માલની લોડિંગ માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આધુનિક કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓથી માલની લોડિંગ અને અનલોડિંગ વધુ સુગમ થશે તથા રેલવે આધારિત માલ પરિવહનને પ્રોત્સાહન મળશે. 

આ પરિયોજના પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના ઉદ્દેશોને અનુરૂપ છે, જેનું લક્ષ્ય દેશમાં ઉત્તમ પરિવહન સંપર્ક, આધુનિક મૂળભૂત માળખા અને એકિકૃત લૉજિસ્ટિક્સ નેટવર્કનો વિકાસ કરવાનું છે. રેલવે પરિવહનને પ્રોત્સાહન મળવાથી માર્ગ પરિવહન પરની નિર્ભરતા ઘટાડવા તથા પર્યાવરણ અનુકૂળ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહિત કરવામાં પણ સહાયતા મળશે.
 
અમદાવાદ મંડળ દ્વારા આ પ્રકારની પહેલ મારફતે રેલવે પરિસંપત્તિઓને ઉત્તમ ઉપયોગ, ખાનગી મૂડીરોકાણને પ્રોત્સાહન અને માલ પહિવહનથી આવક વૃદ્ધિના નવા અવસરો વિકસિત કરવામાં આવી રહ્યા છે. ખાખરેચી જીસીટી પરિયોજનાથી આ ક્ષેત્રમાં લૉજિસ્ટિક્સ સુવિધાઓને મજબૂતી મળવાની સાથે-સાથે ભારતીય રેલવેની માલ પરિવહન ક્ષમતા અને આવકમાં વૃદ્ધિની આશા છે. 


(રીલીઝ આઈડી: 2333601) મુલાકાતી સંખ્યા : 33