પોસ્ટેડ ઓન:
07 NOV 2026 7:48PM by PIB Ahmedabad
આજે આનંદ વિહાર રેલવે સ્ટેશન પર એક ખાસ દ્રશ્ય જોવા મળ્યું જ્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્ટેશનનું નિરીક્ષણ કરતી વખતે સામાન્ય મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો અને તેમના મુસાફરીના અનુભવો મેળવ્યા.
નિરીક્ષણ દરમિયાન, રેલવે મંત્રીએ યુવાનો, મહિલાઓ, બાળકો અને સામાન્ય જનતા સાથે ઉષ્માભેર મુલાકાત કરી હતી. તેમણે ભારતીય રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સુવિધાઓ અને સેવાઓ અંગે તેમના પ્રતિસાદ વિશે પૂછપરછ કરી હતી.
_20261107194934_829700.jpeg)
સંવાદ દરમિયાન, મોટાભાગના મુસાફરોએ રેલવે સુવિધાઓમાં સતત સુધારા અને આધુનિક અપગ્રેડેશન માટે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રીએ યુવાનોની પીઠ થાબડીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકો સાથે હાથ મિલાવીને વહાલ દર્શાવ્યું હતું. આ સીધા સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય હાલની રેલવે વ્યવસ્થાઓ અને વાસ્તવિક રીતે સુવિધાઓ કેટલી અસરકારક છે તે અંગે મુસાફરો પાસેથી સીધો પ્રતિસાદ મેળવવાનો હતો.
મુલાકાત દરમિયાન, મંત્રી એક સામાન્ય નાગરિકની જેમ લોકો સાથે જોડાયા હતા. તેમણે ચાની ચૂસકી માણવા માટે સ્ટેશન પરના ચાના સ્ટોલની મુલાકાત લીધી હતી અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપતા UPIનો ઉપયોગ કરીને ચૂકવણી કરી હતી.
રેલવે મંત્રીનો સુલભ અને ઉષ્માભર્યો સંવાદ સ્ટેશન પર હાજર મુસાફરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
SM/BS/JD