57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57મો IFFI 20થી 28 નવેમ્બર 2026 દરમિયાન ગોવામાં વૈશ્વિક સિનેમા અને સર્જનાત્મક અવાજોને એકત્ર કરશે


ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત કર્ટેન રેઇઝર પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે; ફેસ્ટિવલમાં 'સ્ટોરીઝ વિધાઉટ બોર્ડર્સ' ની મુખ્ય વિશેષતાઓનું અનાવરણ થશે

પોસ્ટેડ ઓન: 12 NOV 2026 9:14PMby PIB Ahmedabadરીલીઝ આઈડી: 2335646Views: 44

57મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) 20 થી 28 નવેમ્બર 2026 દરમિયાન ગોવામાં 'સ્ટોરીઝ વિધાઉટ બોર્ડર્સ' થીમ હેઠળ વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, સિનેમા પ્રેમીઓ અને સર્જનાત્મક અવાજોને એકત્ર કરશે.

આગામી આવૃત્તિની મુખ્ય વિશેષતાઓ, મુખ્ય આકર્ષણો અને મુખ્ય કાર્યક્રમોનું અનાવરણ કરવા માટે ફેસ્ટિવલની કર્ટેન રેઇઝર પ્રેસ કોન્ફરન્સ આવતીકાલે, 13 નવેમ્બર 2026 ના રોજ તાજ સિડાડે ડી ગોવા હોરાઇઝન, ગોવા ખાતે યોજાશે.

ગોવાના માનનીય મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત આ પ્રસંગે ઉપસ્થિત રહી શોભા વધારશે. એન્ટરટેઇનમેન્ટ સોસાયટી ઓફ ગોવા (ESG) ના ઉપાધ્યક્ષ શ્રીમતી ડેલિલાહ લોબો પણ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી ચંચલ કુમાર; નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) ના અધ્યક્ષ શ્રી જી. કૃષ્ણકુમાર; NFDC ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ધીરજ સિંહ; IFFI 2026 ના ફેસ્ટિવલ ડિરેક્ટર શ્રી આશુતોષ ગોવારીકર; અને ફેસ્ટિવલ જ્યુરીના અધ્યક્ષો સાથે ઉપસ્થિત રહેશે.

IFFI ની વધતી જતી વૈશ્વિક પહોંચને પ્રતિબિંબિત કરતી, 57મી આવૃત્તિ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સિનેમાની સમૃદ્ધિની ઉજવણી કરતો એક વિસ્તૃત અને વૈવિધ્યસભર કાર્યક્રમ રજૂ કરશે. પ્રેસ કોન્ફરન્સમાં ફેસ્ટિવલની રજૂઆતોની વિગતો શેર કરવામાં આવશે અને વિશ્વભરના પ્રેક્ષકો તથા સહભાગીઓ માટે આયોજિત સિનેમેટિક અનુભવો અને સર્જનાત્મક આદાનપ્રદાનની ઝલક પૂરી પાડવામાં આવશે.

તેની થીમ 'સ્ટોરીઝ વિધાઉટ બોર્ડર્સ' સાથે, IFFI 2026 સિનેમાને એક એવા માધ્યમ તરીકે ઉજવવાનો પ્રયાસ કરે છે જે ભૌગોલિક અને સાંસ્કૃતિક સીમાઓને પાર કરીને, વિવિધ વાર્તાઓ અને સહિયારા માનવીય અનુભવો દ્વારા પ્રેક્ષકોને જોડે છે.

SM/JD


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2335646
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026