પોસ્ટેડ ઓન:
15 NOV 2026 4:16PM by PIB Ahmedabad
ભારતીય રમત પ્રાધિકરણ (SAI) દ્વારા આયોજિત ‘સન્ડેઝ ઑન સાયકલ’ની 98મી આવૃત્તિ બાળ દિવસ 2026 નિમિત્તે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં SAI નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ (NCOE), અમદાવાદના વૉલીબૉલ, બાસ્કેટબૉલ અને વુશુ રમતના પુરુષ તથા મહિલા ખેલાડીઓ સાથે કોચ અને સ્ટાફ સભ્યોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો હેતુ સાયકલિંગ, ફિટનેસ, સામૂહિક સહભાગિતા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો.
_20261115162334_37dc0a.jpeg)
કાર્યક્રમની શરૂઆત ઊર્જાસભર ઝુમ્બા સત્રથી થઈ હતી. જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સત્ર દ્વારા દૈનિક જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવા અને નિયમિત ફિટનેસનું મહત્વ સમજાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
_20261115162402_169da0.jpeg)
SAI NCOE અમદાવાદના મુખ્ય કોચ (વૉલીબૉલ) ડૉ. જયદીપ સરકારે સાયકલ સવારોને લીલી ઝંડી બતાવીને સાયકલિંગ પ્રવૃત્તિનો પ્રારંભ કરાવ્યો હતો. SAI NCOE અમદાવાદના ઉપ નિયામક અને કેન્દ્ર પ્રભારી શ્રી બિભુભૂષણ બેહુરાએ પણ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો અને પોતે સાયકલ ચલાવીને અન્ય સહભાગીઓ સાથે જોડાયા હતા. તેમની સહભાગિતાએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે જાતે સક્રિય રહેવાનો સંદેશ આપ્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 29 ઑગસ્ટ, 2019ના રોજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરી હતી. આ પહેલનો ઉદ્દેશ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને શારીરિક પ્રવૃત્તિઓને દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાનો છે.

ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ વિશે
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ડિસેમ્બર 2024માં શરૂ કરવામાં આવેલી ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ પહેલનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) હેઠળ ભારતીય રમત પ્રાધિકરણ (SAI) દ્વારા સાઇકલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (CFI), નવવ્રતિ ફાઉન્ડેશન, ફિટસ્પાયર, સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટિવ હેલ્થ, MY Bharat અને અન્ય સહયોગી સંસ્થાઓ સાથે મળીને કરવામાં આવે છે.
આ સાયકલિંગ પહેલ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસાથે યોજાય છે. તેમાં SAIના પ્રાદેશિક કેન્દ્રો, નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ (NCOE), SAI ટ્રેનિંગ સેન્ટર (STC), ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઑફ એક્સેલન્સ (KISCE) અને ખેલો ઇન્ડિયા સેન્ટર (KIC)નો પણ સમાવેશ થાય છે. આ પહેલનો ઉદ્દેશ નાગરિકોને સાયકલિંગ અને નિયમિત શારીરિક પ્રવૃત્તિઓને તેમની દૈનિક જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો તથા દેશભરમાં ફિટનેસ અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો છે.
‘સન્ડેઝ ઑન સાયકલ’ જેવી પહેલો દ્વારા ભારતીય રમત પ્રાધિકરણ “ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ”ના સંદેશને જન-જન સુધી પહોંચાડવા અને ફિટ ઇન્ડિયા તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સતત પ્રયાસરત છે.