પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ચાર દિવસીય છઠ મહાપર્વના સમાપન પર શુભેચ્છાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 16 NOV 2026 8:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે છઠ મહાપર્વના ચાર દિવસીય અનુષ્ઠાનનું સમાપન થયું છે. પ્રકૃતિને સમર્પિત આ દિવ્ય ઉત્સવમાં દૃઢ સંકલ્પ અને આધ્યાત્મિક સાધનાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હોવાનું નોંધતા તેમણે છઠી મૈયાને પ્રાર્થના કરી કે તેઓ વ્રત રાખનારા તમામ શ્રદ્ધાળુઓની સાથે સાથે દેશભરના તેમના પરિવારજનો પર પોતાના શુભાશીષ વરસાવે.

પ્રધાનમંત્રીએ એક્સ પર શેર કર્યું:

"ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે આજે મહાપર્વ છઠનું ચાર દિવસીય અનુષ્ઠાન સંપન્ન થયું. પ્રકૃતિને સમર્પિત આ દિવ્ય ઉત્સવમાં દૃઢ સંકલ્પ અને આધ્યાત્મિક સાધનાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. છઠી મૈયાને વિનંતી છે કે તેઓ તમામ વ્રતીઓની સાથે સાથે દેશભરના મારા પરિવારજનોને પોતાના શુભાશીષ પ્રદાન કરે."


 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2336730) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Manipuri