સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

સર્કલ ડાક અદાલત ફક્ત તે ફરિયાદો માટે જ છે જે પ્રાદેશિક કચેરીઓમાં ઉઠાવવામાં આવી હતી, પરંતુ તેનું નિરાકરણ થયું નથી

પોસ્ટેડ ઓન: 16 NOV 2026 12:53PM by PIB Ahmedabad

ટપાલ સેવાઓ સબંધિત ફરિયાદોના નિવારણ માટે સર્કલ ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતનું આયોજન માનનીય મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ દ્વારા તારીખ 20-11-2026 (શુક્રવાર) ના રોજ સવારે 11.00 કલાકે, ખાનપુર, અમદાવાદ-380001 ખાતે કરવામાં આવશે.

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયના ટપાલસેવાઓને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં, જે ફરિયાદીઓ ઉક્ત 'ડાક અદાલત'માં રૂબરૂ હાજર રહી શકતા નથી, તેઓ નિર્ધારિત સમયપત્રક મુજબ નજીકની મુખ્ય પોસ્ટ ઓફિસથી વીડિયો કોન્ફરન્સિંગ (VC) દ્વારા પણ તેમાં ભાગ લઈ શકે છે.

ટપાલ સેવાઓને લગતી ફરિયાદો રજૂ કરવા ઇચ્છુક ફરિયાદીઓએ પોતાની લેખિત ફરિયાદ Assistant Director Of Postal Services - 6, કાર્યાલય : ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- 380001ને મોડામાં મોડી તારીખ 17-11-2026 ને મંગળવાર સુધી માં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ પ્રાપ્ત થયેલ ફરિયાદો તેમજ નીતિ વિષયક મુદ્દાઓ સબંધિત ફરિયાદોની સુનાવણી કરવામાં આવશે નહિ.

*****

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2336798) મુલાકાતી સંખ્યા : 29
આ રીલીઝ વાંચો: English