સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
તમામ માટે સસ્તી તેમજ ગુણવત્તાપૂર્ણ દવાઓ
જનઔષધિ કેન્દ્રઃ 2014માં 80થી વધીને 2023માં 9413 થયા છે
પીએમબીજેપીઃ છેલ્લા 9 વર્ષોમાં નાગરિકો માટે 20000 કરોડ રૂપિયાથી વધુની બચત
પોસ્ટેડ ઓન:
17 MAY 2023 5:32PM by PIB Ahmedabad
ભારત સરકારે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના (પીએમબીજેપી) શરૂ કરી, જેના અંતર્ગત તમામ નાગરિકોને સસ્તી કિંમતો પર ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. છેલ્લા 9 વર્ષોમાં, જન ઔષધિ કેન્દ્રોની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થઈ છે. તેની સંખ્યા 2014માં માત્ર 80થી વધીને 2023માં 9413 થઈ ગઈ છે (31 મે, 2023 સુધી).
આ ઉપરાંત, પ્રોડક્ટ બાસ્કેટ (દવાઓ અને શલ્ય ચિકિત્સા ઉપકરણ) 2014ની તુલનામાં 300થી વધીને 2023માં 2085 થઈ ગઈ છે. ભારતીય મહિલાઓની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં એક મહત્વપૂર્ણ કદમ તરીકે, આ કેન્દ્ર દેશભરમાં 1 રૂપિયાના મામૂલી ખર્ચ પર સેનેટરી પેડ પણ પ્રદાન કરી રહ્યા છે.

જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા
છેલ્લા 9 વર્ષોમાં, પીએમબીજેપીએ જબરદસ્તી સફળતા હાંસલ કરી છે, જેના નાગરિકોને સસ્તી કિંમત પર ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ થઈ રહી છે. તેનાથી નિમ્ન અને મધ્યમ આવક વર્ગના લોકોના આઉટ-ઓફ-પોકેટ ખર્ચમાં ભારે કાપ આવ્યો છે. તેનાથી નાગરિકોના દવાઓના ખર્ચ પર થનારા વ્યયમાં 20000 કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે.
સ્ત્રોત:
https://twitter.com/pmbjppmbi/status/1654003150033137667/photo/1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1903403
https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1904884
(રીલીઝ આઈડી: 1924869)
મુલાકાતી સંખ્યા : 143