સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
દરેક માટે સસ્તી અને સુલભ આરોગ્યસંભાળ
Posted On:
17 JUN 2025 1:17PM by PIB Ahmedabad
પરિચય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ 2014 થી 2025 સુધી, ભારતની આરોગ્યસંભાળ પ્રણાલીમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. લોકો-પ્રથમના અભિગમ સાથે, સરકારે તમામ નાગરિકો, ખાસ કરીને વંચિત અને ગ્રામીણ વસ્તી માટે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સુલભ અને સસ્તી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભલે તે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના હોય, આયુષ્માન ભારત હોય, કે દૂરગામી ઇ-સંજીવની ટેલિમેડિસિન પ્લેટફોર્મ હોય, ધ્યાન સ્પષ્ટ રહ્યું છે: બધા માટે સસ્તી, સુલભ અને જવાબદાર આરોગ્યસંભાળ.
ભારતે ફક્ત કોવિડ-19 કટોકટીનો સામનો જ નથી કર્યો - તેણે આગળ આવી નેતૃત્વ કર્યું, 2.2 અબજથી વધુ રસીના ડોઝનું સંચાલન કર્યું અને વિશ્વ માટે વૈશ્વિક આરોગ્ય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું. મિશન ઇન્દ્રધનુષ જેવા સામૂહિક રસીકરણ અભિયાન દ્વારા નિવારક સંભાળને વેગ મળ્યો છે. AIIMS સંસ્થાઓ અને MBBS બેઠકોના રેકોર્ડ વિસ્તરણ સાથે તબીબી શિક્ષણમાં પરિવર્તન આવ્યું છે. જેનાથી દેશના દરેક ખૂણામાંથી ડોકટરોની નવી પેઢીને સશક્ત બનાવવામાં આવી છે. જન ઔષધિ કેન્દ્રો દ્વારા જેનેરિક દવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ છે, જેનાથી પરિવારોના લાખો તબીબી ખર્ચ બચ્યા છે.
આ ફક્ત માળખાગત સુવિધાઓની વાર્તા નથી - તે અસરની વાર્તા છે. માતૃત્વ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. સુલભતા વધી છે. જાહેર આરોગ્ય પ્રણાલીમાં વિશ્વાસ પહેલા કરતા વધુ મજબૂત બન્યો છે. જેમ જેમ ભારત અમૃત કાળમાં પ્રવેશ કરે છે, તેમ તેમ તેની આરોગ્ય યાત્રા હવે ફક્ત બીમારીની સારવાર સુધી મર્યાદિત નથી - તે એક રાષ્ટ્રનું પાલન-પોષણ કરવા વિશે છે. આરોગ્ય એક અધિકાર બની ગયું છે, વિશેષાધિકાર નહીં. અને મોદી સરકાર હેઠળ, દરેક ભારતીયનું જીવન ગૌરવ, સંભાળ અને આશા સાથે મહત્વનું છે.
આયુષ્માન ભારત દ્વારા સાર્વત્રિક આરોગ્ય કવરેજ
આયુષ્માન ભારત- પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)
2018માં સરકારે આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) શરૂ કરી, જે વિશ્વનો સૌથી મોટો આરોગ્ય ખાતરી કાર્યક્રમ છે. જેનો હેતુ આર્થિક રીતે પછાત ભારતીયોને વિનાશક આરોગ્ય સંભાળ ખર્ચથી બચાવવાનો છે. ભારતની વસ્તીના સૌથી નીચલા 40% લોકોને લક્ષ્ય બનાવીને, આ યોજના લગભગ 12.37 કરોડ પરિવારોને આવરી લે છે - જે લગભગ 55 કરોડ લોકોને લાભ આપે છે. 29 ઓક્ટોબર 2024ના રોજ એક સીમાચિહ્નરૂપ વિસ્તરણમાં, સરકારે આયુષ્માન વય વંદના શરૂ કરી, જેમાં 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની આવક અથવા સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, AB-PMJAY લાભો આપવામાં આવ્યા છે. આયુષ્માન વય વંદના યોજના હેઠળ 58 લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોએ નોંધણી કરાવી છે, જેમાં ₹496 કરોડની 2.67 લાખથી વધુ સારવાર પહેલાથી જ મળી ગઈ છે. નોંધણી માટે ફક્ત આધારની જરૂર હોવાથી, આ યોજના 70+ વય જૂથ માટે સરળ અને સુલભ આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરે છે. આ પગલું વૃદ્ધોના સ્વાસ્થ્યની નબળાઈઓને ઓળખે છે અને તેમની વૃદ્ધાવસ્થામાં ગૌરવપૂર્ણ, ચિંતામુક્ત સારવાર સુનિશ્ચિત કરે છે.

એટલું જ નહીં, આ યોજના ભારતની જાહેર આરોગ્ય પ્રણાલીના ફ્રન્ટલાઈન હીરો, આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો (AWWs) અને આંગણવાડી સહાયકો (AWHs) ને પણ લક્ષ્ય બનાવે છે. જેઓ રાષ્ટ્રની સેવા કરતી વખતે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીની ખાતરી કરે છે. AB-PMJAY માત્ર એક આરોગ્ય યોજના નથી - તે આરોગ્યસંભાળની પહોંચમાં એક સામાજિક ક્રાંતિ છે, જે ભારતના સૌથી નબળા લોકોને ગૌરવ, સંભાળ અને નાણાકીય સુરક્ષા સાથે સશક્ત બનાવે છે.
આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM)

પાંચ વર્ષ (2021-2026) દરમિયાન ₹1,600 કરોડના આયોજિત ખર્ચ સાથે, આ મિશનનો ઉદ્દેશ્ય ભારતના વિકસતા આરોગ્યસંભાળ માળખાને ટેકો આપવા માટે જરૂરી ડિજિટલ કરોડરજ્જુ બનાવવાનો છે.
3 જૂન, 2025 સુધીમાં, 78 કરોડથી વધુ આયુષ્માન ભારત આરોગ્ય ખાતા (ABHA) બનાવવામાં આવ્યા છે, જેની સાથે 55 કરોડથી વધુ આરોગ્ય રેકોર્ડ જોડાયેલા છે. આ મિશન નાગરિકોને સશક્ત બનાવી રહ્યું છે અને સમગ્ર દેશમાં પુરાવા-આધારિત, કાર્યક્ષમ અને સમાવિષ્ટ આરોગ્યસંભાળ વિતરણને સક્ષમ બનાવી રહ્યું છે.
CoWIN અને આરોગ્ય સેતુની સફળતા સાથે, આરોગ્યસંભાળમાં ટેકનોલોજીની શક્તિ જોવા મળી છે.
|
ભારત સરકારે દેશભરમાં એક મજબૂત અને સંકલિત ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) શરૂ કર્યું. ABDM સુરક્ષિત, ઇન્ટરઓપરેબલ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમમાં વિવિધ હિસ્સેદારો - દર્દીઓ, પ્રદાતાઓ અને નીતિ નિર્માતાઓ - વચ્ચેના અંતરને દૂર કરે છે. મિશનના મૂળમાં આયુષ્માન ભારત આરોગ્ય ખાતા (ABHA) છે, જે નાગરિકોને સેવાઓની સીમલેસ, પેપરલેસ ઍક્સેસ માટે તેમના આરોગ્ય રેકોર્ડને ડિજિટલી લિંક અને મેનેજ કરવાની મંજૂરી આપે છે.
ભારતની ડિજિટલ વિવિધતાને ઓળખીને, આ મિશન મર્યાદિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી અથવા ડિજિટલ ઍક્સેસ ધરાવતા વિસ્તારોમાં ABHA બનાવવા માટે સહાયક અને ઑફલાઇન મોડ્સ પણ પ્રદાન કરે છે. ABHA એપ્લિકેશન અને આરોગ્ય સેતુ જેવી લોકપ્રિય એપ્લિકેશનોનાં ઉપયોગને વધુ સરળ બનાવવા અને ઍક્સેસ સુનિશ્ચિત કરવા માટે એકીકૃત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી - આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM)
પ્રધાનમંત્રી આયુષ્માન ભારત આરોગ્ય માળખાગત મિશન (PM-ABHIM) એ એક સીમાચિહ્નરૂપ કેન્દ્ર પ્રાયોજિત યોજના છે. જેમાં પસંદગીના કેન્દ્રીય ક્ષેત્ર (CS) ઘટકોનો સમાવેશ થાય છે, જે 2021-22થી 2025-26ના સમયગાળા માટે કુલ રૂ.64,180 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવી છે. આ પરિવર્તનશીલ પહેલનો ઉદ્દેશ્ય તમામ સ્તરે - પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય સંભાળ - આરોગ્ય સંભાળને મજબૂત અને સંકલિત કરવાનો છે, જ્યારે એક મજબૂત આરોગ્ય પ્રણાલીનું નિર્માણ કરવાનો છે જે વર્તમાન અને ભવિષ્યના રોગચાળા, જાહેર આરોગ્ય કટોકટી અને આપત્તિઓનો અસરકારક રીતે પ્રતિસાદ આપવા સક્ષમ છે. કેન્દ્રીય ક્ષેત્રના ઘટકોના ભાગ રૂપે, 12 કેન્દ્રીય સંસ્થાઓમાં ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક્સ (CCHBs)ના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે, જે હાલમાં વિકાસના વિવિધ તબક્કામાં છે.

રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)
રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) તેના બે પેટા-મિશન - રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (NRHM) અને રાષ્ટ્રીય શહેરી આરોગ્ય મિશન (NUHM) - સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો મુખ્ય કાર્યક્રમ છે. તેનો ઉદ્દેશ્ય સસ્તું, સમાન અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળની સાર્વત્રિક પહોંચ પૂરી પાડવાનો છે, જે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર આરોગ્ય પ્રણાલીઓને મજબૂત બનાવવામાં સહાય કરે છે. તમામ NHM સેવાઓ ઉપ-જિલ્લા અને જિલ્લા સ્તરે જાહેર આરોગ્ય સુવિધાઓ પર મફતમાં ઉપલબ્ધ છે.
NHM લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને જવાબદાર હોય તેવી સમાન, સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓની સાર્વત્રિક સુલભતા પ્રાપ્ત કરવાની કલ્પના કરે છે. તે NHP 2017ના લક્ષ્યોને પ્રાપ્ત કરવા અને ટકાઉ વિકાસ લક્ષ્ય 3 (SDG 3) - "સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરો અને તમામ ઉંમરના લોકો માટે સુખાકારીને પ્રોત્સાહન આપો" તરફ પ્રગતિ કરવા માટે પ્રાથમિક વાહન તરીકે સેવા આપે છે, જેમાં યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC)ના મહત્વપૂર્ણ ઉદ્દેશ્યનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) તેના બે પેટા-મિશન, રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (NRHM) અને રાષ્ટ્રીય શહેરી આરોગ્ય મિશન (NUHM)ને સમાવે છે.
NHMને ચાલુ રાખવા માટે, સરકારે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ (NHP), 2017 રજૂ કરી જે ભારતની આરોગ્યસંભાળ પ્રણાલી માટે એક પરિવર્તનશીલ દ્રષ્ટિકોણની રૂપરેખા આપે છે - "બધી ઉંમરના બધા માટે ઉચ્ચતમ સ્તરનું આરોગ્ય અને સુખાકારી પ્રાપ્ત કરવી." તે તમામ વિકાસ વ્યૂહરચનાઓમાં સમાવિષ્ટ નિવારક અને પ્રોત્સાહનાત્મક અભિગમ પર ભાર મૂકે છે અને નાણાકીય મુશ્કેલીઓ વિના ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સેવાઓની સાર્વત્રિક ઍક્સેસની ખાતરી આપે છે.
બજેટ પ્રતિબદ્ધતા અને NHM સેવાઓનું વિસ્તરણ
સરકારે છેલ્લા દાયકામાં NHM હેઠળ રોકાણો અને સેવાઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

પ્રાથમિક આરોગ્ય સંભાળમાં પરિવર્તન: આયુષ્માન આરોગ્ય મંદિર
યુનિવર્સલ હેલ્થ કવરેજનો મુખ્ય આધારસ્તંભ આયુષ્માન આરોગ્ય મંદિરો (AAMs)ની સ્થાપના છે - જે અગાઉ આયુષ્માન ભારત-આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો તરીકે ઓળખાતું હતું.

NHM હેઠળ મુખ્ય કાર્યક્રમો / યોજનાઓ
NHMમાં આરોગ્યના મોટા પડકારોને પહોંચી વળવા માટે વ્યાપક શ્રેણીના આરોગ્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે. પ્રજનન, માતૃત્વ, નવજાત શિશુ, બાળ અને કિશોર આરોગ્ય (RMNCH+A)ના ક્ષેત્રમાં, મુખ્ય યોજનાઓમાં જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK), રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK), રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK), યુનિવર્સલ ઇમ્યુનિશન્સ, મિશન ઇન્દ્રધનુષ, જનની સુરક્ષા યોજના (JSY), પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA), નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ (NSSK), કુટુંબ નિયોજન માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ, અને ડિલિવરી રૂમમાં સંભાળની ગુણવત્તા સુધારવા માટે LaQshya કાર્યક્રમ સામેલ છે.
પોષણની ઉણપને દૂર કરવા માટે, મિશન રાષ્ટ્રીય આયોડિન ઉણપ વિકાર નિયંત્રણ કાર્યક્રમ, શિશુ અને નાના બાળકોને ખોરાક આપવા માટે MAA (માતાઓનો સંપૂર્ણ સ્નેહ) કાર્યક્રમ, ફ્લોરોસિસ નિવારણ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ (NPPCF) અને એનિમિયા નિયંત્રણ માટે રાષ્ટ્રીય આયર્ન પ્લસ પહેલ જેવી પહેલો ચલાવે છે.
ચેપી રોગોના ક્ષેત્રમાં, મુખ્ય કાર્યક્રમોમાં સંકલિત રોગ દેખરેખ કાર્યક્રમ (IDSP), સુધારેલ રાષ્ટ્રીય ક્ષય રોગ નિયંત્રણ કાર્યક્રમ (RNTCP), રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ (NLEP), રાષ્ટ્રીય વેક્ટર બોર્ન રોગ નિયંત્રણ કાર્યક્રમ (NVBDCP), રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ (NACP), પલ્સ પોલિયો કાર્યક્રમ, રાષ્ટ્રીય વાયરલ હેપેટાઇટિસ નિયંત્રણ કાર્યક્રમ (NVHCP), રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ અને રાષ્ટ્રીય સૂક્ષ્મજીવાણુ પ્રતિકાર નિવારણ કાર્યક્રમ (AMR)નો સમાવેશ થાય છે.
બિન-ચેપી રોગોના વધતા ભારણને પહોંચી વળવા માટે, NHM રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP), કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને સ્ટ્રોક નિવારણ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ (NPCDCS), વ્યાવસાયિક રોગો નિયંત્રણ અને સારવાર માટે રાષ્ટ્રીય કાર્યક્રમ, બહેરાશ નિવારણ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ (NPPCD), રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ, અંધત્વ અને દ્રષ્ટિ ક્ષતિ નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ (NPCB&VI), પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમ (PMNDP), વૃદ્ધો માટે રાષ્ટ્રીય આરોગ્ય સંભાળ કાર્યક્રમ (NPHCE), દાઝી જવાની ઇજાઓ નિવારણ અને વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય કાર્યક્રમ (NPPMBI), અને રાષ્ટ્રીય મૌખિક સ્વાસ્થ્ય કાર્યક્રમને સમર્થન આપે છે.
રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ (NTEP)
ભારતે રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ (NTEP) હેઠળ ટીબી નાબૂદીમાં મજબૂત પ્રગતિ કરી છે. ગ્લોબલ ટીબી રિપોર્ટ 2024 મુજબ, 2015 અને 2023 વચ્ચે ટીબીના કેસોમાં 17.7% (દર લાખ વસ્તી દીઠ 237 થી 195) ઘટાડો થયો છે અને ટીબી મૃત્યુમાં 21.4% (દર લાખ દીઠ 28 થી 22) ઘટાડો થયો છે. સારવાર કવરેજ 53% થી વધીને 85% થયું છે, જે સંભાળની પહોંચમાં મોટી પ્રગતિ દર્શાવે છે. 2024માં, ભારતમાં રેકોર્ડ 26.17 લાખ ટીબી કેસ નોંધાયા હતા, જે 2014થી સૂચનાઓમાં 69%નો વધારો છે. આમાં ખાનગી ક્ષેત્રે મુખ્ય ભૂમિકા ભજવી હતી, સૂચનાઓ 1.06 લાખથી વધીને 9.50 લાખ થઈ હતી. છેલ્લા દાયકામાં સારવાર સફળતા દર પણ 85% થી વધીને 89% થયો છે. ઝડપી નિદાનને ટેકો આપવા માટે, માઇક્રોસ્કોપી કેન્દ્રોમાં 88%નો વધારો થયો અને 8,540 મોલેક્યુલર લેબોરેટરીઓ (NAAT) સ્થાપવામાં આવી. દવા-પ્રતિરોધક ટીબી માટે 6 મહિનાની ટૂંકી BPaLM પદ્ધતિ રજૂ કરવામાં આવી, જેનાથી સારવારના પરિણામોમાં સુધારો થયો. 2024માં 3HP અને 1HP જેવા ટૂંકા ગાળાના ઉપચારનો ઉપયોગ કરીને 25 લાખ લોકોને આવરી લેતા, ટીબી નિવારક સારવાર (TPT)નો વિસ્તાર બધા ઘરગથ્થુ સંપર્કોમાં કરવામાં આવ્યો. પુખ્ત વયના લોકોમાં વહેલા નિદાન માટે Cy-TB ત્વચા પરીક્ષણ શરુ કરવામાં આવ્યું છે.
નિક્ષય પોષણ યોજના હેઠળ, 1.23 કરોડ ટીબી દર્દીઓને ₹3,607 કરોડ પૂરા પાડવામાં આવ્યા છે, જેમાં નવેમ્બર 2024થી માસિક સહાય બમણી કરીને ₹1,000 કરવામાં આવી છે. નિક્ષય મિત્ર પહેલ દ્વારા સમુદાય સહાયમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં 2.5 લાખથી વધુ મિત્ર, 13.23 લાખ દર્દીઓને સહાય અને 29.14 લાખ ફૂડ બાસ્કેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 100 દિવસના ટીબી મુક્ત ભારત અભિયાન (ડિસેમ્બર 2024-માર્ચ 2025) નામના એક મુખ્ય અભિયાનમાં 347 જિલ્લાઓનો સમાવેશ થયો, 30,000થી વધુ નેતાઓને એકત્ર કરવામાં આવ્યા અને 13.46 લાખ આરોગ્ય શિબિરો દ્વારા 12.97 કરોડ લોકોની તપાસ કરવામાં આવી, જેમાં 7.19 લાખ ટીબીના કેસ ઓળખાયા, જેમાં 2.85 લાખ એસિમ્પટમેટિક કેસનો સમાવેશ થાય છે.
સિકલ સેલ એનિમિયા નાબૂદી માટે રાષ્ટ્રીય મિશન
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જુલાઈ 2023માં સિકલ સેલ એનિમિયા નાબૂદી માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશન દ્વારા 2047 સુધીમાં સિકલ સેલ રોગ નાબૂદ કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેમાં આદિવાસી વસ્તીમાં જાગૃતિ લાવવા, સમુદાય-કેન્દ્રિત અને સંકલિત અભિગમ દ્વારા સાર્વત્રિક સ્ક્રીનીંગ અને વ્યાપક રોગ વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 3 જૂન, 2025 સુધીમાં, કુલ 5.72 કરોડ લોકોનું સિકલ સેલ રોગ માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે, જે ત્રણ વર્ષના લક્ષ્યાંકના 75%થી વધુ છે. નોંધનીય છે કે એપ્રિલ 2024થી માત્ર એક વર્ષમાં 2.65 કરોડથી વધુ સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવી હતી. રાજ્યોએ 2.50 કરોડ સિકલ સેલ સ્ટેટસ કાર્ડ જારી કર્યા છે, જેનાથી 1.98 લાખ લક્ષણોવાળા દર્દીઓ અને સિકલ સેલ લક્ષણ ધરાવતા 14 લાખ વ્યક્તિઓને ઓળખવામાં મદદ મળી છે. નિદાન થયેલા તમામ દર્દીઓ હાલમાં યોગ્ય સારવાર મેળવી રહ્યા છે.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમ (PMNDP )
PMNDP 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 749 (48 કનેક્ટેડ) જિલ્લાઓમાં 1674 કેન્દ્રો પર 11757 હિમો-ડાયાલિસિસ મશીનો સ્થાપિત કરીને લાગુ કરવામાં આવે છે. 03.06.2025 સુધીમાં, કુલ 27.86 લાખ દર્દીઓ (સંચિત)એ ડાયાલિસિસ સેવાઓનો લાભ લીધો છે અને 342.25 લાખ હિમો-ડાયાલિસિસ સત્રો (સંચિત) હાથ ધરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમ (PMNDP)ના પરિણામે અત્યાર સુધીમાં કુલ 8000 કરોડ રૂપિયાની બચત થઈ છે અને PMJAY દ્વારા ડાયાલિસિસ હેઠળ 8000 કરોડ રૂપિયાની વધારાની બચત થઈ છે.
રાષ્ટ્રીય મફત દવા સેવા પહેલ અને રાષ્ટ્રીય મફત નિદાન સેવા પહેલ
આ પહેલ ખિસ્સામાંથી થતા ખર્ચ ઘટાડવા માટે આવશ્યક દવાઓ અને નિદાન સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે.
વ્યાપક કેન્સર સંભાળ
ભારતમાં કેન્સરના વધતા ભારણને ધ્યાનમાં રાખીને, સરકારે એક મજબૂત બહુ-સ્તરીય વ્યૂહરચના અપનાવી છે - જે સાર્વત્રિક આરોગ્ય કવરેજના લક્ષ્યોને અનુરૂપ, વહેલા નિદાન, માળખાગત વિકાસ અને સસ્તી સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
કેન્સર નિયંત્રણ માટે પ્રારંભિક નિદાન એ પાયાનો આધાર છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ, પ્રાથમિક આરોગ્યસંભાળ સ્તરે મોટા પાયે સ્ક્રીનીંગ કાર્યક્રમોને કારણે 1 જૂન, 2025ના રોજ રાષ્ટ્રીય NCD પોર્ટલના આધારે કેન્સરની પ્રારંભિક તપાસમાં નોંધપાત્ર સુધારો થયો છે:
- ઓરલ કેન્સર : 31.70 કરોડથી વધુ સ્ક્રીનીંગ
- સ્તન કેન્સર : 16.68 કરોડથી વધુ સ્ક્રીનીંગ
- સર્વાઇકલ કેન્સર : 9.97 કરોડથી વધુ સ્ક્રીનીંગ

આ સ્ક્રીનીંગ મુખ્યત્વે આયુષ્માન આરોગ્ય મંદિરો (આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો) ખાતે કરવામાં આવે છે, જેનાથી સમુદાયના ઘરઆંગણે નિવારક સંભાળ ઉપલબ્ધ થાય છે. સારવારની પહોંચ વધારવા માટે, એક મજબૂત ગૌણ અને તૃતીય સંભાળ માળખાકીય સુવિધા વિકસાવવામાં આવી રહી છે. બજેટની જાહેરાત બાદ, જિલ્લા સ્તરના કેન્સરના ભારણ પર આધારિત ગેપ વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામે NHMના કાર્યક્રમ અમલીકરણ યોજના (PIP) હેઠળ 46 ડે કેર કેન્સર સેન્ટર્સ (DCCC)ને મંજૂરી આપવામાં આવી હતી. આ કેન્દ્રો જિલ્લા હોસ્પિટલોમાં સંભાળનું વિકેન્દ્રીકરણ કરવા અને તૃતીય સુવિધાઓ પર દર્દીઓનો ભાર ઘટાડવા માટે સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
તૃતીય સ્તરે, સરકારે છેલ્લા દાયકામાં 19 રાજ્ય કેન્સર સંસ્થાઓ અને 20 તૃતીય કેન્સર સંભાળ કેન્દ્રોના વિકાસ માટે ₹3,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. તમામ 23 નવા AIIMSમાં કેન્સર સારવાર સુવિધાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે, જ્યારે રાષ્ટ્રીય કેન્સર સંભાળ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય કેન્સર સંસ્થા (NCI)ના બીજા કેમ્પસ અને ઝજ્જર ખાતે ચિત્તરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થા (CNCI) જેવી મુખ્ય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. આ વ્યૂહરચનાનો મુખ્ય આધારસ્તંભ પોષણક્ષમતા સુનિશ્ચિત કરવાનો છે. 217 અમૃત ફાર્મસીઓ દ્વારા, 289 કેન્સર દવાઓ 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વધુમાં, પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના જાહેર જનતા માટે સસ્તી કેન્સર વિરોધી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આરોગ્ય સેવાઓ બધા સુધી પહોંચાડવી
દવાઓને સસ્તી બનાવવી
છેલ્લા દાયકામાં ભારતના આરોગ્યસંભાળ સુધારાઓનો મુખ્ય આધારસ્તંભ બધા માટે સસ્તી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી રહ્યો છે. ઉચ્ચ તબીબી ખર્ચ, ખાસ કરીને આવશ્યક દવાઓ માટે, ઘણીવાર પરિવારોને નાણાકીય મુશ્કેલીમાં મૂકે છે તે ઓળખીને, ભારત સરકારે નોંધપાત્ર રીતે ઓછી કિંમતે ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે લક્ષિત પહેલો અમલમાં મૂકી છે - લાખો નાગરિકો માટે આરોગ્યસંભાળ અનુભવમાં પરિવર્તન લાવે છે.
જન ઔષધિ કેન્દ્રો

આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ હસ્તક્ષેપ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના (PMBJP) છે, જે નવેમ્બર 2016માં ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય જન ઔષધિ કેન્દ્રોના સમર્પિત નેટવર્ક દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી જેનેરિક દવાઓ નોંધપાત્ર રીતે ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવાનો છે. આ આઉટલેટ્સ એવી દવાઓ પૂરી પાડે છે જે અસરકારકતા અને સલામતીમાં તેમના બ્રાન્ડેડ સમકક્ષો સાથે સમાન હોય છે, પરંતુ બજાર દરો કરતાં 50% થી 90% ઓછી કિંમતે હોય છે. સસ્તી અને વિશ્વસનીય દવાઓ પૂરી પાડીને, PMBJP એ અસંખ્ય પરિવારોને સમયસર સારવાર મેળવવા અને સ્વસ્થ જીવન જીવવા માટે સશક્ત બનાવ્યા છે.
અમૃત ફાર્મસીઓ

PMBJPને પૂરક બનાવતા, સરકારે એફોર્ડેબલ મેડિસિન્સ એન્ડ રિલાયેબલ ઇમ્પ્લાન્ટ્સ ફોર ટ્રીટમેન્ટ (AMRIT) પહેલ શરૂ કરી, જેનો હેતુ ખાસ કરીને તૃતીય આરોગ્ય સંભાળને ટેકો આપવાનો છે. AMRIT ફાર્મસીઓ બ્રાન્ડેડ, બ્રાન્ડેડ-જેનેરિક અને જેનેરિક દવાઓ તેમજ સર્જિકલ વસ્તુઓ, ઉપભોગ્ય વસ્તુઓ અને તબીબી ઇમ્પ્લાન્ટ્સ - ખાસ કરીને ઉચ્ચ કક્ષાની સારવાર માટે જરૂરી દવાઓ માટે કેન્દ્રિય સપ્લાય પોઇન્ટ તરીકે કાર્ય કરે છે.
ડિજિટલ સ્વાસ્થ્ય વિભાજનને દૂર કરવું
ઈ સંજીવની - રાષ્ટ્રીય ટેલિમેડિસિન સેવા

સરકારનો ટેલિમેડિસિન કાર્યક્રમ - eSanjeevani દેશના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યો છે. eSanjeevani તમારા ઘરના ડોકટરો અને તબીબી નિષ્ણાતો સુધી ઝડપી અને સરળ પહોંચની સુવિધા આપે છે.
આ દ્વારા 37.15 કરોડથી વધુ લાભાર્થીઓ તેમના ઘરઆંગણે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ મેળવી શક્યા છે, આમ નિષ્ણાત તબીબી સંભાળની જોગવાઈમાં શહેરી-ગ્રામીણ અવરોધને દૂર કર્યો છે.
|
સ્માર્ટફોન . તમે નજીકના આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રની મુલાકાત લઈને eSanjeevani દ્વારા દૂરસ્થ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓનો પણ ઉપયોગ કરી શકો છો.

બાળ અને માતાનું સ્વાસ્થ્ય
યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP)

ભારતે વ્યાપક જાહેર આરોગ્ય કાર્યક્રમો, ડિજિટલ નવીનતાઓ અને કાનૂની સુધારાઓની શ્રેણી દ્વારા માતૃત્વ અને બાળ સ્વાસ્થ્યને આગળ વધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ પ્રયાસોના કેન્દ્રમાં વિશ્વની સૌથી મોટી અને સૌથી મહત્વાકાંક્ષી જાહેર આરોગ્ય પહેલોમાંની એક, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP) છે.
દર વર્ષે UIP 2.6 કરોડ નવજાત શિશુઓ અને 2.9 કરોડ ગર્ભવતી સ્ત્રીઓનું લક્ષ્ય રાખે છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે દરેક બાળકને તેમના જીવનના પ્રથમ વર્ષમાં સંપૂર્ણ રસીકરણ મળે.
જ્યારે બાળક રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રક હેઠળ નિર્ધારિત બધી રસીઓ મેળવે છે ત્યારે તેને સંપૂર્ણ રસી આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે - જેમાં BCGના ત્રણ ડોઝ, ઓરલ પોલિયો રસી (OPV), પેન્ટાવેલેન્ટ રસીના ત્રણ ડોઝ અને ઓરી-રુબેલા (MR) રસીનો પ્રથમ ડોઝ સામેલ છે.
સતત પ્રયાસો અને આઉટરીચના પરિણામે, ભારતનું સંપૂર્ણ રસીકરણ કવરેજ (FIC) પ્રભાવશાળી 94.1% સુધી પહોંચ્યું છે, જે નિવારક આરોગ્યસંભાળ પ્રત્યે સરકારની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મિશન ઇન્દ્રધનુષ

આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ પહેલ મિશન ઇન્દ્રધનુષ છે. જે 25 ડિસેમ્બર 2014ના રોજ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP) હેઠળ એક ખાસ રસીકરણ અભિયાન તરીકે શરૂ કરવામાં આવી હતી. મિશન ઇન્દ્રધનુષ ખાસ કરીને એવા બાળકો અને સગર્ભા સ્ત્રીઓને માટે છે જેઓ નિયમિત રસીકરણ સમયપત્રક ચૂકી ગયા છે અથવા છોડી દીધા છે, જે રસીકરણના ઓછા કવરેજવાળા પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બહુવિધ તબક્કાઓ દ્વારા, આ અભિયાન ખાતરી કરે છે કે કોઈ પણ બાળક જીવનરક્ષક રસીઓ મેળવવાથી પાછળ ન રહે.
યુ-વિન

રસીકરણ વિતરણમાં કાર્યક્ષમતા અને જવાબદારીને વધુ વધારવા માટે, સરકારે UIP હેઠળ એક ડિજિટલ પહેલ U-WIN પ્લેટફોર્મ શરૂ કર્યું.
30 મે 2025 સુધીમાં, 10.48 કરોડ લાભાર્થીઓ U-WIN પર નોંધાયેલા છે, જેમાં 93.91 લાખ ડિલિવરી, 1.88 કરોડ રસીકરણ સત્રો અને કુલ 41.73 કરોડ રસીના ડોઝનો સમાવેશ થાય છે.
આ પ્લેટફોર્મ પારદર્શિતા સુનિશ્ચિત કરવા, સેવા વિતરણમાં સુધારો કરવા અને વંચિત વસ્તી સુધી પહોંચવા માટે એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે.
માતૃત્વ આરોગ્ય યોજનાઓ
યુઆઇપીને પૂરક બનાવતી ત્રણ મુખ્ય માતૃત્વ આરોગ્ય યોજનાઓ છે. જે સંસ્થાકીય ડિલિવરીને પ્રોત્સાહન આપવા અને સન્માનપૂર્વક, ગૌરવપૂર્ણ સંભાળ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મફત સંસ્થાકીય ડિલિવરી અને નવજાત શિશુ સંભાળને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (JSSK) હેઠળ, 2014-15 થી 16.60 કરોડથી વધુ લાભાર્થીઓને સેવા આપવામાં આવી છે. વધુમાં, શરતી રોકડ ટ્રાન્સફર દ્વારા સંસ્થાકીય પ્રસૂતિઓને પ્રોત્સાહન આપતી જનની સુરક્ષા યોજના (JSY) માર્ચ 2025 સુધીમાં 11.07 કરોડથી વધુ મહિલાઓને લાભ આપી છે. વધુમાં, સલામત માતા ખાતરી (SUMAN) પહેલે સગર્ભા સ્ત્રીઓ માટે આદરપૂર્ણ અને ગુણવત્તાયુક્ત સંભાળને મજબૂત બનાવી છે, માર્ચ 2025 સુધીમાં સમગ્ર ભારતમાં 90,015 સુમન આરોગ્ય સુવિધાઓને સૂચિત કરી છે.
ગર્ભાવસ્થાનો તબીબી સમાપ્તિ (સુધારો) કાયદો, 2021 એક સીમાચિહ્નરૂપ સુધારો છે. જે મહિલાઓને જાણકાર પ્રજનન સંબંધી પસંદગીઓ કરવાના અધિકાર સાથે સશક્ત બનાવે છે. તે સલામત અને કાનૂની ગર્ભપાત સેવાઓની ઍક્સેસને વિસ્તૃત કરે છે, ખાતરી કરે છે કે તમામ પૃષ્ઠભૂમિની મહિલાઓ નિયમનકારી, અધિકાર-આધારિત આરોગ્યસંભાળ પ્રણાલીમાં સંભાળ મેળવી શકે છે.



આ પ્રયાસોથી આરોગ્ય ક્ષેત્રમાં નોંધપાત્ર પરિણામો મળ્યા છે. યુએન માતૃ મૃત્યુ દર અંદાજ ઇન્ટર-એજન્સી ગ્રુપ (UN-MMEIG) 2000-2023ના અહેવાલ મુજબ, ભારતનો માતૃ મૃત્યુ દર (MMR) 2020માં પ્રતિ 1,000 જીવંત જન્મ દીઠ 103થી ઘટીને 2023માં પ્રતિ 1,000 જીવંત જન્મ દીઠ 80 થયો છે, જે ફક્ત ત્રણ વર્ષમાં 23 પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો છે. તેવી જ રીતે, યુએન બાળ મૃત્યુ દર અંદાજ ઇન્ટર-એજન્સી ગ્રુપ (UN IGME) એ માર્ચ 2025માં અહેવાલ આપ્યો હતો કે 2015 અને 2023 વચ્ચે ભારતનો પાંચ વર્ષથી ઓછી ઉંમરના મૃત્યુ દર પ્રતિ 1,000 જીવંત જન્મ દીઠ 48થી ઘટીને 28 થયો છે - 42%નો ઘટાડો, જે વૈશ્વિક સરેરાશ 14% કરતા ઘણો વધારે છે. આ જ સમયગાળા દરમિયાન નવજાત શિશુ મૃત્યુ દર પ્રતિ 1,000 જીવંત જન્મો દીઠ 28થી ઘટીને 17 થયો, જે વૈશ્વિક સરેરાશ 11%ની તુલનામાં 39% ઘટાડો દર્શાવે છે.
આ આંકડા બાળ જીવિત રહેવાના દરમાં સુધારો કરવામાં ભારતની સતત પ્રગતિને પ્રતિબિંબિત કરે છે, વૈશ્વિક માન્યતા પ્રાપ્ત કરે છે, યુએન આઇજીએમઇ અસરકારક વ્યૂહરચનાઓ અને નીતિઓ દ્વારા બાળ મૃત્યુદર ઘટાડવામાં ભારતને રોલ મોડેલ તરીકે ઓળખે છે.
તબીબી શિક્ષણ અને જાહેર આરોગ્ય
છેલ્લા 11 વર્ષોમાં, મોદી સરકારે ભારતના તબીબી શિક્ષણ અને જાહેર આરોગ્ય પરિદૃશ્યમાં પરિવર્તનશીલ ફેરફારો લાવ્યા છે, ઊંડા મૂળવાળા પડકારોનો સામનો કર્યો છે અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ શિક્ષણને વધુ સુલભ બનાવ્યું છે. અગાઉ, મહત્વાકાંક્ષી તબીબી વિદ્યાર્થીઓ - ખાસ કરીને ગ્રામીણ અને સામાન્ય પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજોનો અભાવ, ખાનગી સંસ્થાઓની મોંઘી ફી અને અપારદર્શક, ભ્રષ્ટાચારથી ભરેલી પ્રવેશ પ્રક્રિયાઓ સહિત અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.
આને સુધારવા માટે, સરકારે બોલ્ડ અને વ્યવસ્થિત સુધારા શરૂ કર્યા. આ પ્રયાસનો પાયો ઘણા રાજ્યોમાં AIIMSની સ્થાપના અને વિસ્તરણ હતો, જેમાં ઉત્તરપૂર્વ (આસામ)માં પ્રથમ AIIMSનો સમાવેશ થાય છે. મે 2025 સુધીમાં, ભારતમાં 23 એઇમ્સ અને 2,045 મેડિકલ કોલેજો છે, જેમાં 780 એલોપેથી, 323 ડેન્ટલ અને 942 આયુષ સંસ્થાઓનો સમાવેશ થાય છે. એમબીબીએસ બેઠકોમાં 130% (51,348 થી 1,18,190)નો વધારો થયો છે, જ્યારે પીજી બેઠકોમાં 138% (31,185 થી 74,306)નો વધારો થયો છે - જે પ્રશિક્ષિત ડોકટરોનો મોટો, સતત પુરવઠો સુનિશ્ચિત કરે છે.
આરોગ્ય કાર્યબળને વધુ મજબૂત બનાવવા માટે, સરકારે નવી મેડિકલ કોલેજો સાથે 157 સહ-સ્થિત નર્સિંગ કોલેજોને મંજૂરી આપી છે. એપ્રિલ 2025 સુધીમાં, આવી 106 નર્સિંગ સંસ્થાઓ માટે ભંડોળ બહાર પાડવામાં આવ્યું છે. તે જ સમયે, બીએસસી નર્સિંગ બેઠકો 53% વધીને 1.27.290 અને એમએસસી નર્સિંગ બેઠકો 39% વધીને 14,986 થઈ છે, જેનાથી નર્સિંગ શિક્ષણની પહોંચ અને ઊંડાણ બંનેમાં વધારો થયો છે. 2019માં નર્સ નોંધણી અને ટ્રેકિંગ સિસ્ટમ (NRTS) શરૂ કરવામાં આવી હતી, જેનાથી 12.39 લાખથી વધુ નર્સોને ડિજિટલી ચકાસાયેલ, આધાર-લિંક્ડ રાષ્ટ્રીય ડેટાબેઝમાં લાવવામાં આવ્યા હતા - જેનાથી નિયમન અને કાર્યબળ વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવામાં આવ્યું હતું.

તબીબી શિક્ષણને સ્વચ્છ બનાવવા અને યોગ્યતાને પ્રોત્સાહન આપવાના ઐતિહાસિક પગલામાં, નેશનલ મેડિકલ કમિશન એક્ટ, 2019 દ્વારા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા બદલવામાં આવ્યું. આરોગ્ય શિક્ષણને આધુનિક બનાવવા માટે અન્ય ઘણા સીમાચિહ્નરૂપ કાયદાઓ ઘડવામાં આવ્યા:
- નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ એક્ટ, 2021
- નેશનલ ડેન્ટલ કમિશન એક્ટ, 2023
- નેશનલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કમિશન એક્ટ, 2023
2016માં NEETની રજૂઆતથી એકસમાન અને પારદર્શક પ્રવેશ પ્રક્રિયા સુનિશ્ચિત થઈ, જેનાથી તબીબી સંસ્થાઓમાં યોગ્યતા સ્થાપિત થઈ.
બદલાતી આરોગ્યસંભાળની માંગને અનુરૂપ, NCAHP હેઠળ 10 સંલગ્ન આરોગ્ય વ્યવસાયો માટે યોગ્યતા-આધારિત અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જે શિક્ષણ પરિણામોને પ્રમાણિત કરે છે અને સંભાળ વિતરણમાં વધારો કરે છે. નર્સિંગ ક્ષેત્રમાં સંશોધન અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે, ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા ઓક્ટોબર 2024માં નર્સિંગમાં પીએચડી માટે રાષ્ટ્રીય કન્સોર્ટિયમની રચના કરવામાં આવી હતી, જે પુરાવા-આધારિત નર્સિંગ પ્રેક્ટિસ અને નવીનતામાં એક નવો અધ્યાય છે.
કોવિડ-19 દરમિયાન ભારતનો પ્રતિભાવ
COVID-19 રોગચાળા સામે ભારતનો પ્રતિભાવ વિશ્વની સૌથી સક્રિય, વ્યાપક અને લોકો-પ્રથમ વ્યૂહરચનાઓમાંની એક તરીકે ઉભરી આવ્યો છે. દૂરંદેશી અને તાત્કાલિક કાર્યવાહી દ્વારા પ્રેરિત, દેશે જીવન બચાવવા, વાયરસને રોકવા અને લાંબા ગાળાની આરોગ્યસંભાળ સ્થિતિસ્થાપકતા બનાવવા માટે રાષ્ટ્રવ્યાપી ગતિશીલતા શરૂ કરી હતી.
સક્રિય નેતૃત્વ અને પ્રારંભિક હસ્તક્ષેપો
વૈશ્વિક ખતરાની ઘંટડી વાગે તે પહેલાં જ, ભારતે પહેલાથી જ મહત્વપૂર્ણ નિવારક પગલાં લીધાં હતાં. પ્રથમ સ્થાનિક કેસ નોંધાય તે પહેલાં જ એરપોર્ટ સ્ક્રીનીંગ શરૂ થઈ ગયું હતું, જે સરકારની સતર્કતા પર ભાર મૂકે છે. જવાબદાર નેતૃત્વના નોંધપાત્ર પ્રદર્શનમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર માર્ચ 2020ના પહેલા અઠવાડિયામાં જ મોદીએ હોળીની ઉજવણીમાં ભાગ લેવાનું ટાળ્યું હતું, અને રાષ્ટ્રને મોટા મેળાવડા ટાળવાનો આગ્રહ કર્યો હતો.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા કોઈપણ વૈશ્વિક સલાહકાર જારી કરવામાં આવે તે પહેલાં ઘણા રાજ્યોમાં માસ્ક ફરજિયાત લાગુ કરવામાં આવ્યા હતા. ભારત રેપિડ એન્ટિજેન ટેસ્ટ રજૂ કરનારા પ્રથમ દેશોમાં પણ હતું, જેનાથી WHO માર્ગદર્શિકા પહેલાં નિદાન અને નિયંત્રણ ઝડપી બન્યું.
જ્યારે વિશ્વ હજુ પણ વધતા મૃત્યુઆંક સાથે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે ભારતે એપ્રિલ 2020માં એક સમર્પિત COVID-19 રસી ટાસ્ક ફોર્સની રચના કરી હતી, જે વિશ્વના સૌથી વ્યાપક રસીકરણ અભિયાન માટે પાયો નાખ્યો હતો. પ્રારંભિક અને વ્યૂહાત્મક રીતે સમયસર રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી દેશને તબીબી માળખાગત સુવિધાઓ વધારવા અને આગળની લડાઈ માટે તૈયારી કરવા માટે કિંમતી સમય મળ્યો - આ નિર્ણયને વૈશ્વિક નિષ્ણાતો દ્વારા વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યો હતો.
- વિશ્વની સૌથી મોટું રસીકરણ અભિયાન

ભારતનું COVID-19 રસીકરણ અભિયાન જાહેર આરોગ્ય માટે એક અનોખી સિદ્ધિ છે. સ્વદેશી રીતે વિકસિત રસીઓ દ્વારા સંચાલિત અને CoWIN જેવા મજબૂત ડિજિટલ માળખા દ્વારા સમર્થિત, ભારતે કોવિડ રસીના 2.2 અબજથી વધુ ડોઝ સફળતાપૂર્વક સંચાલિત કર્યા, જે વૈશ્વિક સ્તરે સ્કેલ અને ગતિની દ્રષ્ટિએ અજોડ સિદ્ધિ છે. આ ભારતની આરોગ્યસંભાળ યાત્રામાં એક વળાંક તરીકે ચિહ્નિત થયું, જે વાસ્તવિક સમયમાં છેલ્લા માઇલ સુધી આરોગ્યસંભાળ પહોંચાડવાની રાષ્ટ્રની ક્ષમતા દર્શાવે છે. ભારતનો રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ, જે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ છે, 16 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો, શરૂઆતમાં દેશની પુખ્ત વસ્તીને શક્ય તેટલા ઓછા સમયમાં આવરી લેવાના ઉદ્દેશ્ય સાથે. આ કાર્યક્રમનો વિસ્તાર 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ અને 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ માટે સાવચેતીના ડોઝ માટે કરવામાં આવ્યો હતો.
ઐતિહાસિક માળખાગત વિસ્તરણ

ભારતનો રોગચાળો પ્રતિભાવ ફક્ત તબીબી સારવાર પૂરતો મર્યાદિત ન હતો - તે વિશાળ માળખાકીય વિસ્તરણ અને નવીન ઉકેલો દ્વારા સમાન રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો:
ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો: ભારતીય રેલવેએ લગભગ 900 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવી હતી, જેમાં ગંભીર રીતે અસરગ્રસ્ત રાજ્યોમાં 36,840 ટનથી વધુ પ્રવાહી તબીબી ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો. બીજી લહેર ટોચ ઉપર હતી એ દરમિયાન આ ઝડપી કાર્યવાહી મહત્વપૂર્ણ રહી હતી.
ભારતીય વાયુસેનાની તૈનાતી: ભારતીય વાયુસેનાને ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કરો અને આવશ્યક તબીબી ઉપકરણોને એરલિફ્ટ કરવા માટે એકત્ર કરવામાં આવી હતી, જેનાથી મહત્વપૂર્ણ પરિવહન સમય ઓછો થયો અને સમયસર સહાય સુનિશ્ચિત થઈ.
આઇસોલેશન કોચ: હાલની સંપત્તિના સર્જનાત્મક ઉપયોગમાં, 4,176 રેલવે કોચને સંપૂર્ણપણે કાર્યરત આઇસોલેશન અને ક્વોરેન્ટાઇન સુવિધાઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યા, જેનાથી દેશભરમાં દર્દીઓની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો.
કામચલાઉ ક્વોરેન્ટાઇન સુવિધાઓ: અર્ધલશ્કરી દળો અને કેન્દ્રીય એજન્સીઓએ શહેરી અને દૂરના બંને વિસ્તારોમાં કામચલાઉ ક્વોરેન્ટાઇન કેન્દ્રો સ્થાપ્યા અને સંચાલિત કર્યા, જેનાથી ઝડપી આઇસોલેશન અને રિકવરી શક્ય બની છે.
PSA ઓક્સિજન પ્લાન્ટ્સ: સરકારે 1,563થી વધુ પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન (PSA) ઓક્સિજન પ્લાન્ટ્સને મંજૂરી આપી છે, જેનાથી ઓક્સિજનની ઉપલબ્ધતામાં વધારો થયો છે અને આરોગ્યસંભાળ સુવિધાઓ ખાસ કરીને ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં વધુ આત્મનિર્ભર બની છે.
- ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ (ECRP)
આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે, ભારત સરકારે બે તબક્કામાં ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ (ECRP) શરૂ કર્યું:
- ECRP-I હેઠળ, કુલ ₹8,584.33 કરોડ જારી કરવામાં આવ્યા હતા.
- ECRP-II હેઠળ, બીજા ₹12,740.22 કરોડ ફાળવવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) દ્વારા વિતરિત કરાયેલા આ ભંડોળનો ઉપયોગ હાલના આરોગ્યસંભાળ માળખાને અપગ્રેડ કરવા, ICU બેડ ઉમેરવા, વેન્ટિલેટર ખરીદવા, પ્રયોગશાળા નેટવર્કને વધારવા અને પરીક્ષણ અને દેખરેખ ક્ષમતાને વિસ્તૃત કરવા માટે કરવામાં આવ્યો હતો.
નિષ્કર્ષ
છેલ્લા 11 વર્ષોમાં ભારતનું આરોગ્ય સંભાળ પરિવર્તન વ્યાપક અને કરુણાપૂર્ણ રહ્યું છે. "બધા માટે આરોગ્ય"ના વિઝન દ્વારા સંચાલિત, સરકારે સુલભતા વધારવા, ગુણવત્તા સુધારવા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરવામાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. આયુષ્માન ભારત, PM-ABHIM અને ઈ-સંજીવની જેવી સીમાચિહ્નરૂપ પહેલોએ ખાસ કરીને ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં આરોગ્યસંભાળને લોકોની નજીક લાવી છે. માળખાગત સુવિધાઓ, ડિજિટલ આરોગ્ય, રસીકરણ, માતૃત્વ અને બાળ સંભાળ અને તબીબી શિક્ષણમાં રોકાણોએ ભવિષ્યની આરોગ્ય સુરક્ષા માટે મજબૂત પાયો નાખ્યો છે. આ પ્રગતિ ફક્ત સંખ્યાઓ વિશે નથી - તે જીવન સુધારવા, ગૌરવ પુનઃસ્થાપિત કરવા અને આશાને નવીકરણ કરવા વિશે છે. જેમ જેમ ભારત અમૃત સમયગાળામાં પ્રવેશ કરે છે, તેમ તેમ સમાવિષ્ટ, સ્થિતિસ્થાપક અને લોકો-કેન્દ્રિત આરોગ્યસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સંદેશ સ્પષ્ટ છે: દરેક જીવન મહત્વનું છે, અને સ્વસ્થ ભારત એક મજબૂત ભારત છે.
સંદર્ભ:
પીડીએફ ફાઇલ માટે અહીં ક્લિક કરો
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2136889)